મિઝોરમ ના હાઈવે પર તમને અનેક દુકાનો જોવા મળશે, જ્યાં સામાનના બદલામાં રૂપિયા લેનારું કોઈ હોતું નથી. આ દુકાનોમાં ગ્રાહકો પર દેખરેખ રાખવા સીસીટીવી કેમેરા પણ નથી. તેમ છતાં શાકભાજી, ફળ, જ્યૂસ અને કરિયાણાની આ દુકાનો લગભગ 30 વર્ષથી ચાલી રહી છે. આ દુકાનોને મિઝોરમની સ્થાનિક ભાષામાં ‘નગાહ લોહ દ્વાર’ કહે છે, જેનો અર્થ છે, ‘દુકાનદાર વગરની દુકાનો’. આ દુકાનોમાં સામાનના ભાવનું લિસ્ટ હોય છે. સામાન લીધા બાદ ગ્રાહકે દુકાનમાં મુકેલા બોક્સમાં પૈસા મુકી દેવાના હોય છે. મિઝોરમમાં 1990થી આવી દુકાનોનું ચલણ વધ્યું છે. સામાન્ય દિવસોમાં આ દુકાનોમાં સારીકમાણી થતી હતી, પરંતુ લોકડાઉનના કારણે પ્રવાસીઓ ઘટતાં તેમનો ધંધો મંદો પડ્યો છે. વિશ્વાસની આ દુકાનો ગામના ખેડૂતોની છે. ખેડૂતો દરરોજ તાજી શાકભાજી, ફૂલ, ફ્રૂટ જ્યુસ, તાજું પાણી, સુકવેલી નાની માછલીઓ અને જરૂરિયાતનો બીજો સામાન એક્ઠો કરીને દુકાનમાં ગોઠવી દે છે. દરરોજ સાંજે ખેતરમાંથી પાછા ફરતા સમયે ખેડૂતો દુકાનમાં બચેલો સામાન છોડીને પૈસા કાઢી લે છે.
Monday, May 6