રશિયામાં સોશિયલ મીડિયા સ્ટાર પોતાના ઓરમાન દિકરા સાથે લગ્ન કર્યા બાદથી ચર્ચામાં આવી છે. મરીના બલમશેવા (35) પોતાના પૂર્વ પતિ એરે અને તેના 20 વર્ષના દિકરા સાથે 10 વર્ષથી વધુ સમય સુધી રહી. મરીનાએ લગ્નના 10 વર્ષ બાદ એરે સાથે છૂટાછેડા લઇ લીધાં.તે બાદ તેણે પોતાના ઓરમાન દિકરા સાથે લગ્ન કરી લીધાં. સોશિયલ મીડિયા પર તેણે આ વિશે જણાવ્યા બાદથી તે ખૂબ ચર્ચામાં છે. મારીનાએ જણાવ્યું કે ડિવોર્સ બાદ તેને 20 વર્ષના ઓરમાન દિકરા વ્લાદિમીર સાથે પ્રેમ થઇ ગયો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંને 2020ની શરૂઆતમાં લગ્ન કરવાના હતાં પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે તેમના લગ્ન ટાળવા પડ્યા. આખરે ગત અઠવાડિયે તેમણે લગ્ન કરી લીધાં. બંનેના હવે એરે સાથે કોઇ સંબંધ નથી. મરીના પ્રેગનેન્ટ છે અને બંને કોઇ મોટા શહેરમાં શિફ્ટ થવા જઇ રહ્યાં છે.લગ્નના ફોટો અને વીડિયો બંનેએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. મરીનાએ વજન ઘટાડવાનું પોતાનું સફર શેર કરતાં એક ડોક્યુમેન્ટ્રીમાં કામ કર્યુ હતુ. જે બાદ તે લાઇમલાઇટમાં આવી હતી.
Tuesday, May 7