World News: ઉત્તર કોરિયાએ આર્ટિલરી ચલાવી,દક્ષિણ કોરિયાએ આ હુમલાની નિંદા કરી છે, તેને ‘ઉશ્કેરણીજનક કાર્યવાહી’ ગણાવી છે.
ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા તરફ 200 રાઉન્ડ બોમ્બ ફેંક્યા છે. જો કે આ બોમ્બ દક્ષિણ કોરિયાના વિસ્તારમાં પડ્યા નથી, તેમ છતાં પણ આ વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. દક્ષિણ કોરિયાની સેનાએ આ હુમલાની માહિતી આપી છે. સૈન્યએ કહ્યું કે ઉત્તર કોરિયાએ દક્ષિણમાં યેઓનપ્યોંગ દ્વીપ તરફ 200 રાઉન્ડના આર્ટિલરી શેલ છોડ્યા. આ પછી તરત જ, દક્ષિણ કોરિયાએ ટાપુ પર રહેતા 2 હજાર લોકોને આ વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી. દક્ષિણ કોરિયાએ આ પગલાની નિંદા કરતા તેને ‘ઉશ્કેરણીજનક કાર્યવાહી’ ગણાવી છે.