કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે લંડનમાં રહેતી રાજકોટની મહિલા ઉર્વશીબેનનું પણ કોરોનાથી મોત નીપજ્યું છે. લંડન સ્થિત ઉર્વશીબેન લાખાણી વ્યવસાયે ટીચર હતા અને લંડનની સ્કૂલમાં સર્વિસ કરતા હતાં. તેઓ રજા દરમિયાન બજારમાં કરીયાણું ખરીદવા જતા ચેપ લાગ્યાનું અનુમાન છે. તેમના પતિ પણ ગર્વનમેન્ટ સર્વિસ કરે છે તેમને પાર્ક્રીન્સન્સ ડીસીઝની બીમારી છે. ઉર્વશીબેનના માતા જશુબેન રાજકોટ લગ્ન પ્રસંગમાં લંડનથી આવ્યા હતા. પરંતુ લોકડાઉનને કારણે તેઓ રાજકોટ જ ફસાઇ ગયા હતા.પુત્રીના મોતના સમાચાર સાંભળી તેઓએ કલ્પાંત કર્યો હતો અને પુત્રીનું અંતિમ મોઢુ પણ જોઇ શક્યા નહોતા. વીડિયો કોલથી પરિવારે દીકરીના અંતિમ દર્શન કર્યા હતા.