કોરોનાના વેરિએન્ટના 2 અન્ય સ્ટ્રેન્સના સંબંધમાં WHOએ કહ્યુ છે કે આનાથી હાલ ચિંતાની કોઈ વાત નથી. વાયરસના B.1.617 વેરિએન્ટને ટ્રિપલ મ્યૂટેન્ટ વેરિએન્ટ ગણાવવામાં આવી રહ્યો છે. કેમ કે આ 3 લિનીએજ(વંશ)માં વહેંચાયેલો છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ ગત મહિને સમગ્ર સ્ટ્રેનને વીઓસી એટલે કે વેરિએન્ટ ઓફ કંસર્ન જાહેર કર્યો હતો. મંગળવારે WHO એ કહ્યું કે આના વંશોમાં ફક્ત એક જ વીઓસી છે.
WHOએ સાપ્તાહિત મહામારી અપડેટમાં કહ્યુ એ સ્પષ્ટ થઈ ગયું છે કે હાલમાં સવારે મામલા ડેલ્ટા વેરિએન્ટ સાથે જોડાયેલા છે. જ્યારે અન્ય વંશોના ટ્રાન્સમિશનના દરમાં ઘટાડો જોવા મળ્યો છે. B.1.617.2 વેરિએન્ટ હજું પણ વીઓસી છે. આને ઓરિજનલ વર્ઝનની સરખામણીમાં વધારે ખતરનાક મનાઈ રહ્યો છે. કેમકે તેનું ટ્રાન્સમિશન સ્પીડમાં થઈ રહ્યું છે અને તે ખરાબ રીતે ઘાતક છે. સાથે તે રસીને છેતરી શકે છે.
ઉલ્લેખનીય છે કે વાયરસના ભારતમાં પહેલી વાર જોવા મળેલા સ્વરુપ બી.1.617.1 અને બી.1.617.2 ક્રમશઃ કપ્પા તથા ડેલ્ટા નામથી ઓળખવામાં આવશે. હકિકતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસના વિભિન્ન સ્વરુપોની નામાવલીની નવી વ્યવસ્થાની જાહેરાત કરી છે. જે અંતર્ગત વાયરસના વિભિન્ન સ્વરુપોની ઓળખ ગ્રીક ભાષાના અક્ષરોના માધ્યમથી થશે. આ નિર્ણય વાયરસને લઈને સાર્વજનિક વિમર્શનું સરળીકરણ કરવા તથા નામો પર લાગેલા કલંકને ભૂસવા માટે કરવામાં આવ્યુ છે.
WHOએ કહ્યું કે આ વેરિએન્ટ પર નજર રાખવી સ્વાસ્થ્ય એજન્સીની પ્રાથમિકતામાં છે. WHOની કોરોના સંબંધિ ટેક્નોલોજી પ્રમુખ ડો. મારિયા વાન કેરખોવે કહ્યુ કે અમે જાણીએ છીએ કે બી.1.617.2 ડેલ્ટા ઝડપથી ફેલાઈ રહ્યો છે. એનો મતલબ છે કે આ સરળતાથી ફેલાઈ શકે છે.