રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના એક વર્ષ પછી પણ શાંતિની દિશામાં કોઈ પહેલ દેખાતી નથી. રશિયા હવે વધુ આક્રમક અભિગમ અપનાવવાની તૈયારી કરી રહ્યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી રશિયા દ્વારા ઈરાની શાહેદ-136 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે તે હવાઈ હુમલા કરવા માટે નવા ડ્રોનનો ઉપયોગ કરવા જઈ રહ્યો છે. રશિયા હવે યુક્રેન સામે બૂમરેંગ વીઆર (વર્ચ્યુઅલ રિયાલિટી) ડ્રોનનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. આ હેડસેટ નિયંત્રિત કેમિકેઝ ડ્રોન છે.
રશિયાનો દાવો છે કે આ ડ્રોન ઉપગ્રહો સાથે જોડાયેલા નથી તેથી તેમની સામે કોઈપણ એન્ટી ડ્રોન ગન નકામી છે. આ ડ્રોન 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈપણ વસ્તુનો પીછો કરી શકે છે. રશિયન સેનાએ આ ડ્રોનનો વીડિયો પણ જાહેર કર્યો હતો. સેનાએ આ ડ્રોનના ઉત્પાદન અને સ્ત્રોત અંગે કોઈ માહિતી આપી નથી.
ડ્રોન વિશે શું માહિતી છે
મળતી માહિતી મુજબ આ ડ્રોનને બે સૈનિકો ઓપરેટ કરી શકે છે. એક ઓપરેટર અને બીજો આસિસ્ટન્ટ. VR હેડસેટનો ઉપયોગ લક્ષ્યને શોધવા અને હિટ કરવા માટે થાય છે. સહાયક ઓપરેટર ડ્રોનને લોન્ચ કરે છે અને પછી તેની દિશા પર નજર રાખે છે. રિપોર્ટ અનુસાર, તેમાં ચાર રોટર હોય છે. ચાર નાના એન્જિન અને વધુ સ્ટોરેજવાળી બેટરી છે.
તેમાં એક ખાસ કન્ટેનર હોય છે જે ડિટોનેટર અને ગનપાઉડરથી ભરેલું હોય છે. તે ત્રણ કલાક સુધી હવામાં રહી શકે છે. જણાવી દઈએ કે અત્યાર સુધી રશિયા ઈરાનના ડ્રોનની મદદથી યુક્રેનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી રહ્યું છે. ઈરાનનો દાવો છે કે તેણે યુદ્ધ શરૂ થયા પહેલા જ રશિયાને કેટલાક ડ્રોન આપ્યા હતા. બીજી તરફ અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોનું કહેવું છે કે ઈરાન રશિયાને સતત ડ્રોન આપી રહ્યું છે. બીજી તરફ, યુક્રેન રશિયા સામે તુર્કીશ બાયરેક્ટર TB2 નો ઉપયોગ કરી રહ્યું છે.
BREAKING- #Russia using “Boomerang” FPV Kamikaze Drones (VR Operated) in Combat.
Russia claims that the #Boomerang has no #satellite connection hence Anti-#Drone Gun is powerless against it & the Drone can chase a moving target at speeds of up to 170 km/h. #VR #UAV #Ukraine pic.twitter.com/f3sTACtP0N
— EurAsian Times (@THEEURASIATIMES) March 1, 2023
રશિયન મંત્રીએ કહ્યું- અમે પહેલો હુમલો નથી કર્યો
રશિયાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કર્યો હતો. જોકે, G-20 બેઠક માટે ભારત પહોંચેલા રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે રશિયાએ પહેલો હુમલો નથી કર્યો. તેમનું કહેવું છે કે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો તેમની વિરુદ્ધ યુક્રેનિયન લોકોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રશિયાએ આત્મનિર્ણયનો માર્ગ અપનાવ્યો છે. તે જ સમયે, અમેરિકા અને પશ્ચિમી દેશો સતત પ્રતિબંધો લાદીને સંકટ પેદા કરી રહ્યા છે.