સાપને જોતાં ઘણાની હાલત કફોડી બની જાય છે. વિચારો કે તમે શૌચાલયમાં બેઠા છો અને સાપ નીચેથી તમારા ખાનગી ભાગને કરડે તો. આવું જ કંઈક થાઇલેન્ડના એક યુવાન સાથે થયું. તે શૌચાલયમાં બેઠો કે તરત જ તેમાં પહેલેથી બેઠેલો ચાર ફૂટ લાંબો સાપ તેને તેના પ્રાઈવેટ પાર્ટ પર કરડી ગયો. આ પછી યુવક અને તેના પરિવારજનો ગભરાઇ ગયા હતા. યુવાનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. થાઇલેન્ડની રાજધાની બેંગકોકથી 20 કિલોમીટર દૂર નોંથાબૂરી વિસ્તારમાં સીરાફોપ માસુકારત શૌચાલયમાં બેઠો હતો. આ સમયે પહેલાંથી ટોયલેટમાં હાજર સાપે તેના ઝેરી દાંતથી પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો હતો. જેમાં સાપે પ્રાઈવેટ પાર્ટ પર દાંત બેસાડતાં લોહી નીકળવાનું શરૂ થયું હતું પરંતુ યુવાને ઝાટકો મારીને સાપને પ્રાઈવેટ પાર્ટથી દૂર કરીને બહાર ભાગ્યો હતો. જ્યારે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ત્યારે તબીબો પણ પહોંચ્યા હતા. પેરામેડિક્સ તરત જ સિરાફોપને બેંગ યે હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોકટરોએ કોઈક રીતે લોહી બંધ કર્યું. હોસ્પિટલમાં ડોકટરોએ સિરાફોપની ખાનગી ભાગ પર ત્રણ ટાંકા લગાવ્યા હતા. સાપના ઝેરથી ફેલાયેલા બેક્ટેરિયાને મારવા માટે તેમને એન્ટિબાયોટિક્સ પણ આપવામાં આવ્યા છે. સિરાફોપે ઘણી મીડિયા સંસ્થાઓને ફરીથી અભિનય કરીને આ ઘટના જણાવી હતી. તેઓએ કહ્યું કે હું રેસ્ટરૂમમાં જઈને બેઠો જ હતો ત્યાં મારા ખાનગી ભાગમાં તીવ્ર પીડા થઈ મેં નીચે જોયું ત્યારે સાપ લટકતો હતો. તે પછી બધે લોહી ફેલાઈ ગયું હતું.
Sunday, May 19