આઈલેન્ડનો નજારો એવો હોય છે કે કોઈને પણ અભીભૂત કરી દે છે. વિશ્વમાં ઘણા એવા પણ આઈલેન્ડ છે જ્યાં ન જવામાં જ ભલાઈ છે. ખૂબસુરત હોવા ઉપરાંત આ આઈલેન્ડ ખતરનાક પણ છે. દુનિયાના એવા પાંચ આઈલેન્ડ જ્યાં જવું મતલબ મોતને આમંત્રણ આપવા બરાબર છે.
મિયાકેજીમા ઈજૂ આઈલેન્ડ
મિયાકેજીમા ઈજૂ આઈલેન્ડ વિશ્વના ખતરનાક આઈલેન્ડમાનો એક છે. આ દ્વિપમાં ઝેરીલા ગેસની માત્રા જરૂર કરતા વધારે વધી ગઈ છે. એટલા માટે અહિયા લોકો રોજ માસ્ક પહેરી રાખે છે. હકિકતમાં અહિયા એક સદીમાં કેટલાય જવાળામુખી વિસ્ફોટ થઈ ચુક્યા છે. વર્ષ 2000માં પણ અહી એક મોટો વિસ્ફોટ થયો હતો. જેમાં લાવાની સાથે મોટી માત્રામાં ઝેરી ગેસ નિકળ્યો હતો. જો કે લાવા તો બંઘ થઈ ગયો પણ ગેસ નિકળવાનું ચાલું રહેતા લોકો અહિ આવવાનું પસંદ નથી કરતા.
પ્રોવેગ્લિયા આઈલેન્ડ
પ્રોવેગ્લિયા આઈલેન્ડને મોતનો આઈલેન્ડ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા અહિયા લાખો લોકોને જીવતા બાળી નાખવામાં આવ્યા હતા. જેના કારણે આ આઈલેન્ડ પુરી રીતે વિરાન થઈ ગયો છે. પ્રોવેગ્વિયા આઈલેન્ડને લોકો ભૂતિયા આઈલેન્ડ પણ કહે છે. માનવામાં આવે છે કે અહિયા જનારા લોકો પરત નથી આવતા.
રી યુનિયન આઈલેન્ડ
રી યુનિયન આઈલેન્ડ વિશ્વના લોકપ્રિય આઈલેન્ડ માનો એક છે. પરંતુ અહિયા જવું ગણુ જ ખતરનાક છે. આની પાછળનું કારણ અહિયાની શાર્ક માછલી છે. આ ખતરનાક માછલીઓ લોકોને પળવારમાં મોતને ઘાટ ઉતારી શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ આઈલેન્ડના અડધાથી વધુ વિસ્તારમાં સ્વિમિંગ કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે.
સાબા આઈલેન્ડ
કેરિબિયાઈ સમુદ્રના વચ્ચે આવેલ સાબા આઈલેન્ડ જોવામાં ઘણો જ ખુબસુરત લાગે છે. માત્ર 13 સ્ક્વેયર કિમીમાં ફેલાયેલા આ આઈલેન્ડમાં માત્ર 2000 લોકો રહે છે. અહિયા હંમેશા સમુદ્રી તોફાન અને ભૂકંપ આવતા રહે છે. વર્ષ 1997 બાદથી અહિયા ભૂકંપના આંચકા વધી ગયા છે. એવું માનવામાં આવે છે કે અહિયા ગમે ત્યારે ભયંકર જવાળામુખી વિસ્ફોટ તઈ શકે છે.
ગ્રુઈનાર્ડ આઈલેન્ડ
સ્કોટલેન્ડના ગ્રુઈનાર્ડની ખાડીમાં આવેલા ગ્રુઈનાર્ડ આઈલેન્ડને પણ ઘણો ખતરનાક માનવામાં આવે છે. હકિકતમાં બીજા વિશ્વયુદ્ધના સમયે આ આઈલેન્ડ પર એથ્રેક્સ નામના એક ઝહેરીલા ગેસનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેના કારણે આ જગ્યા ઝહેરીલી થઈ ગઈ છે. આ ગેસની ઝપેટમાં જો કોઈ આવી જાય તો તેનું મોત નક્કી છે.