આ સમયે સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર ચાલી રહ્યો છે. ચીનથી નીકળેલો આ વાયરસ લાખો લોકોનો જીવ પણ લઈ ચૂક્યો છે. આ વાયરસ વિશે શરૂઆતથી જ આ ચર્ચા બની રહી છે કે, શું આ ચામાચિડિયામાંથી નીકળ્યો છે અથવા ક્યાંક બીજેથી. આ વચ્ચે ફિલીપીંસમાં એટલા મોટા આકારનું ચામાચિડિયુ જોવા મળ્યુ છે કે, લોકો ડરી ગયા. કોઈના ઘરની સામે ઉલ્ટુ લટકેલુ આ વિશાળકાય ચામાચિડિયુ લોકોને ડરાવી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર આ ચામાચિડિયાની ફોટો ખૂબ જ વાયરલ થઈ રહી છે. @AlexJoestar622 નામક ટ્વિટર યૂઝરે આ ચામાચિડિયાની ફોટોને પોસ્ટ કરતા લખ્યુ છે કે, ફિલીપીંસમાં આટલી મોટી સાઈઝના જ ચામાચિડિયા મળી આવે છે. ઉલ્લેખનીય છે કે, વુહાન શહેરમાંથી ફેલાયેલ કોરોના વાયરસ વિશે તમામ નિષ્ણાંતોનો તે દાવો છે કે, આ ચામાચિડિયા જેવા જીવમાંથી ફેલાયો છે.
Monday, May 6