લાઇવ ટીવી શો દરમિયાન સમાચાર વાંચતી વખતે એક એન્કરનો દાંત અચાનક નીકળી ગયો. રસપ્રદ વાત તો એ છે કે આ ઘટનાનો વીડિયો ખુદ મહિલા એન્કર દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને આખી સ્ટોરીને વિગતવાર જણાવી હતી. આ મામલો યુક્રેનના એક ટીવી શો નો છે, આ ટીવી ચેનલની એન્કર મારિકા પડલ્કો ન્યૂઝ વાંચતી હતી. અચાનક તેનો આગળનો દાંત બહાર આવવા લાગ્યો. સમાચાર વાંચતી વખતે પડલ્કોએ તેના મોં પર હાથ મૂક્યો અને દાંત તેના હાથમાં આવી ગયો.દાંત નીકળી ગયો હોવા છતાં આ એન્કરે સમાચારો વાંચવાનું ચાલુ રાખ્યું અને કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી વાંચતી રહી હતી. આ ઘટનાનો વીડિયો એન્કર મારિકા પડલ્કોએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે અને તેના વિશે વિગતવાર લખ્યું છે.પડલ્કોએ લખ્યુ છેકે, 20 વર્ષની કરિયરમાં આવું પહેલીવાર મારી સાથે થયુ છે. શો દરમિયાન, અચાનક જ મારો દાંત મોઢામાંથી બહાર આવીને પડવા લાગ્યો, ત્યારે મારા સાથીએ કહ્યું કે તારો દાંત પડી રહ્યો છે. મેં તરત જ મારો હાથ મૂક્યો અને તેને નીચે પડતા બચાવ્યો. તે દરમિયાન લાઈવ ન્યૂઝ રિપોર્ટ ચાલી રહ્યા હતા.તેમણે આગળ લખ્યું છે કે આવી સ્થિતિમાં મારે શાંત રહીને અને કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના સમાચાર વાંચવા પડ્યા. મેં તરત જ પોતાને સંભાળી અને સમાચાર વાંચવાનું શરૂ કર્યું અને પછી આખો પ્રોગ્રામ સમાપ્ત કર્યો. લોકોને સકારાત્મક સંદેશ આપવા માટે તેમની ચેનલે પણ તેની તસવીર શેર કરી છે. યુઝર્સ સતત ટિપ્પણી કરીને પડલ્કોને અભિનંદન આપી રહ્યા છે. યુઝર્સ કહે છે કે સાચું પત્રકારત્વ એ છે કે તમે તમારા કાર્યને સંકોચ વિના કરી રહ્યા છો.’શો મસ્ટ ગો ઓન’
Tuesday, May 7