પાલતુ પ્રાણી આમ તો વફાદાર હોય છે. પરંતુ ઘણીવખત એવી ભૂલ કરી બેસે છે જેનું પરિણામ માણસોએ ભોગવવું પડે છે. આવી જ એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. જેમાં એક બિલાડી બંને માણસો માટે પરેશાની થઈ ગઈ છે. આ શખસે પોતાની પત્નીને ગર્ભવતી બનવા માટે પાળતુ બિલાડીને જવાબદાર ગણાવી છે. શખસે જણાવ્યું કે તે બાળકનો પિતા છે. કોરોના મહામારી અને લોકડાઉનના કારણે તેણે અને તેની પત્નીએ બીજુ બાળક પેદા નહીં કરવાનો નિર્ણય લીધો હતો. તેણે બતાવ્યું કે, તેની પત્ની પ્રિક્લેમ્યસિયાના કારણે તણાવપૂર્ણ ગર્ભવસ્થામાં છે. ઘરમાં એક પાલતું બિલાડી છે જે ઘરમાં અને કબાટને ખોલતી હોય છે. શખસે જણાવ્યું કે. મારી પત્ની પીલ્સ ખાવાના કારણે બિમાર પડી જાય છે. તેના માટે અમે બર્થ કંટ્રોલ માટે કંડોમનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હેરાન કરનારી વાત તો એ છે કે કંડોમનો ઉપયોગ કર્યાં બાદ પણ મારી પત્ની પાછી ગર્ભવતી થઈ છે. જ્યારે શખસે કારણ જાણ્યુ ત્યારે વાત સામે આવી કે, તે માટે જવાબદાર આ પાળતુ બિલાડી છે. એક દિવસ બાદ બિલાડીએ બોક્સમાં રાખેલા ક્યુ-ટીપ્સને ફેલાવી દીધા, જેમાં કેટલાક ખરાબ થઈ ગયાં હતાં. ખરાબ થઈ ગયેલા ક્યુ-ટીપ્સને તેને ફેંકી દીદાં. જે પેકેટ બંધ હતા તેને ફરીથી રાખી દીધાં હતાં. બચેલા કંડોમ સારા હોવાનું સમજીને તેણે યુઝ કરી લીધું. પંરતુ કેટલાક સપ્તાહો બાદ જાણવા મળ્યું કે, તેની પત્ની ગર્ભવતી છે. તેને લઈને બંને હેરાન રહી હયાં. શખસે જણાવ્યું કે બાદમાં જ્યારે તેણે તમામ કંડોમ ચેક કર્યાં તો તેના ઉપર બિલાડીની દાંતોના નિશાન જોવા મળ્યાં હતાં. તેને કંડોમમાં કાણા પાડી દીધાં હતાં.
Monday, May 20