કોરોના વાયરસ… જીવન એજ છે, પરંતુ વિચારો નવા છે. હવે દુનિયાનો મૂળ મંત્ર બની ગયો છે. દૂર-દૂર રહેવાનું, માસ્ક પહેરવાનું અને વારંવાર હાથ ધોવાનું, આ બધુજ તમને કોરોનાથી બચાવી શકે છે.ઘણા લોકોનું જીવન ‘વર્ક ફ્રોમ હોમ’ વાળી થઈ ગઈ છે. પરંતુ આ બધુ ક્યાં સુધી ચાલશે? તેના વિશે હાલમાં તો કશું પણ કહી શકાય તેમ નથી. કારણકે કોરોનાની વેક્સિન હજી સુધી બની શકી નથી. WHO એ પણ કહ્યુ હતુ કે, બની શકે કે કોરોના આપણી વચ્ચેથી ક્યારેય જાય નહી. એક કંપની છે Directly Apply, જેણે એક મોડલ દ્વારા દર્શાવ્યુ છેકે, જો આમને આમ વર્ક ફ્રોમ હોમ ચાલતું રહેશે તો લોકો 25 વર્ષોમાં કેવા દેખાવા લાગશે. લંડનની એક કંપની છે Directly Apply, જેની ઉપર લોકો નોકરી શોધી રહ્યા છે. મામલો અમેરિકાનો છે. કારણકે ભારતમાં વધારે લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા નથી.પરંતુ જેટલાં પણ કરી રહ્યા છે. ડિજીટલ આઈ સ્ટ્રેન, વાળોનું ખરવુ, ડાર્ક સર્કલ્સ, ખરાબ પોઈશ્ચર (ગરદનનું ઝુકી જવુ) અને જાડાપણા જેવી સમસ્યાઓ વધશે. જ્યારે માણસોની વચ્ચેનું અંતર તણાવમાં વધારો કરશે.
Sunday, May 19