માણસ હોય કે પશુ, દરેકના લોહીનો રંગ લાલ હોય છે પરંતુ આજે અમે તમને એક એવા જીવ વિશે જણાવવા જઇ રહ્યા છે જેનું લોહી લાલ નહી પરંતુ વાદળી છે, જેના કારણથી તેના લોહીની કિંમત લાખોમાં છે. લોહીનો રંગ વાદળી કઇ રીતે હોઇ શકે આ સવાલ થવો જરૂરી છે, પરંતુ ખરેખરમાં ઉત્તરી અમેરિકાના સમુદ્રમાંથી મળી આવતા હૉર્સશૂ કરચલાના લોહીનો રંગ વાદળી છે, જે કારણથી તેણું લોહી ચિકિત્સા વિજ્ઞાન માટે કોઇ અમૃતથી ઓછું નથી.આ કરચલાની બનાવટ ઘણી અજીબોગરીબ છે જેને તમે ઘોડાની નાળથી સરખામણી કરી શકો છો. આ ખાસ કરચલાનું સાઇન્ટિફિક નામ Limulus Polyphemu છે. કહેવાય છે આ કરચલાની પ્રજાતિ 45 કરોડ વર્ષ સુધી જીવી શકે છે. આ કરચલાના લોહીમાં એન્ટી બેક્ટિરિયલ તત્વ હોય છે જેની મદદથી કેટલીય દવાઓ વિશેની સચોટ જાણકારી મળવવામાં મદદ થાય છે. કરચલામાંથી લોહી નીકાળવા માટે તેમને લેબમાં લઇ જવામાં આવે અને મોંમાં સિરીંજ નાખીને લોહી નીકાળવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણા કરચલાઓની મૃત્યુ થઇ જાય છે અને જે બચી જાય છે તેમને પાછા સમુદ્રમાં છોડી દેવામાં આવે છે. વાદળી રંગનું લોહી હોવાને કારણે એક લીટર લોહીની કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ હોય છે.
Sunday, May 19