તુર્કીમાં આ મહિને લોકડાઉમાં થોડી રાહત આપવામાં આવી છે. લોકડાઉન પછી રેસ્ટોરાંએ તેના ગ્રાહકો માટે કોરોના ટાઈમમાં સોશિયલ ડિસ્ટન્સ રહે તે માટે પારદર્શક કેબિન બનાવી છે. જેમાં જમતી વખતે કસ્ટમર કોરોના વાઈરસની ચિંતા વગર આરામથી જમી શકે છે. આ કેબિનમાં ફ્રેશ હવા આવે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહિ પણ તેને સમયાંતરે સેનિટાઈઝ પણ કરવામાં આવે છે. આ કેબિન બનાવીને રેસ્ટોરાંને આશા છે કે એકવાર ફરીથી પહેલાં જેટલી સંખ્યામાં જ ગ્રાહકો આવશે. તુર્કીમાં સરકારે મુખ્ય શહેરોમાં લોકડાઉનમાં રાહત આપી છે પણ લોકોને ફરજીયાત માસ્ક પહેરવાનું જણાવ્યું છે.
Thursday, May 2