વિશ્વભરમાં કોરોનાના કારણે લૉકડાઉન છે. જોકે ઘણી જગ્યાએ તેમાં છૂટ અપાઇ છે. સ્વિત્ઝર્લેન્ડમાં અત્યારે આવી છૂટ નથી અને જિમથી લઇ બજાર સુધી બધું બંધ છે તેથી લોકો ફિટનેસ માટે 50 વર્ષ જૂની વ્યાયામશાળાઓ તરફ વળી રહ્યા છે. જ્યુરિચમાં 1968માં આવી જગ્યાઓ પ્રચલિત હતી,જ્યાં જઇ લોકો એક્સરસાઇઝ અને શારીરિક પ્રવૃત્તિઓ કરી શકતા હતા. લૉકડાઉનને કારણે લોકો ફરી આ સ્થળોએ પહોંચી રહ્યા છે.
તેમાંના જ એક 58 વર્ષના ફિટનેસ ટ્રેનર બીટ શ્લાટર છે. તેઓ એક રેસ્ટોરન્ટમાં એક્ઝિક્યૂટિવ છે. તેઓ કહે છે કે હું સપ્તાહમાં 5 દિવસ ફિટનેસ ટ્રેનિંગ કરું છું, પરંતુ બધું જ બંધ છે. તેથી મેં જૂના ઉપાયોને અપનાવવાનો નિર્ણય લીધો. 1968માં જ્યુરિચની એક સ્પોર્ટ્સ કલબે આ બનાવ્યું હતું. ખેલાડીઓ અહીં જ ટ્રેનિંગ કરતા હતા. દરેક સ્ટોપ પર ઉપકરણ વાપરવાની રીત અને કેટલી વખત કરવાની માહિતી આપવામાં આવી છે. સીટ-અપ, પુલ-અપ અને બેન્ચ પ્રેસ જેવાં કામો માટે લાકડાના બનેલાં ઉપકરણો લાગેલાં છે.