અમેરિકી અધિકારીએ કહ્યું કે ડોનબાસ ક્ષેત્રમાં પોતાના સંરક્ષણને મજબૂત કરવા માટે અમેરિકા યુક્રેનને સોવિયત નિર્મિત ટેન્ક સપ્લાય કરશે અને આ માટે તે સહયોગી દેશો સાથે કામ કરશે.
રશિયા અને યુક્રેન વચ્ચે સતત 38મા દિવસે યુદ્ધ ચાલુ છે. બંનેમાંથી કોઈ દેશ એકબીજા સામે ઝુકવા તૈયાર નથી. મોટા પાયે વિનાશ છતાં, યુક્રેન રશિયા સમક્ષ શસ્ત્રો મૂકવાના મૂડમાં નથી. આ બધાની વચ્ચે હવે અમેરિકાએ કરેલી જાહેરાતથી સ્પષ્ટ થઈ ગયું છે કે યુદ્ધ હજુ અટકવાનું નથી. વાસ્તવમાં ન્યૂયોર્ક ટાઈમ્સે એક અમેરિકન અધિકારીને ટાંકીને કહ્યું છે યુનાઇટેડ સ્ટેટ્સ યુક્રેનને ડોનબાસ ક્ષેત્રમાં તેના સંરક્ષણને મજબૂત કરવા માટે સોવિયેત નિર્મિત ટેન્ક સપ્લાય કરશે અને આ માટે તે સાથી દેશો સાથે કામ કરશે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, યુએસ ટૂંક સમયમાં યુક્રેનને આ ટેન્કની સપ્લાય કરવાનું શરૂ કરશે. જો કે, અધિકારીએ તે કહેવાનો ઇનકાર કર્યો હતો કે કેટલી ટેન્કો મોકલવામાં આવશે અથવા તે કયા દેશોમાંથી આવશે.
આ યુદ્ધમાં પહેલીવાર અમેરિકા ટેન્ક સપ્લાય કરવામાં મદદ કરી રહ્યું છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, પેન્ટાગોને આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. વ્હાઇટ હાઉસે ટિપ્પણી માટેની વિનંતીનો તરત જ જવાબ આપ્યો ન હતો. યુનાઇટેડ સ્ટેટ્સે યુદ્ધમાં પ્રથમ વખત ટેન્ક ખસેડવામાં મદદ કરી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, અધિકારીએ કહ્યું કે ટેન્ક યુક્રેનને રશિયાની સરહદે આવેલા દક્ષિણપૂર્વીય યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં રશિયન લક્ષ્યો પર લાંબા અંતરના હુમલા કરવાની મંજૂરી આપશે.
રશિયા કરી શકે છે રાસાયણિક હુમલોઃ US
અમેરિકી ગુપ્તચર એજન્સીનો દાવો છે કે રશિયા યુક્રેન પર કેમિકલ હુમલો કરી શકે છે. રિપોર્ટ અનુસાર, આવી સ્થિતિમાં અમેરિકા યુક્રેનને રાસાયણિક હથિયારો પણ આપી શકે છે. આ સિવાય અમેરિકાએ યુક્રેનને સૈન્ય સહાય માટે $300 મિલિયનનું વચન આપ્યું છે.