PM Modi Dubai Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરીએ બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા છે. UAE પહોંચતા PM મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આજે ’અહલાન મોદી’ કાર્યક્રમમાં લગભગ 65 હજાર ભારતીયોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે ‘ભારત-યુએઈ મિત્રતા ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. તમને જણાવી દઈએ કે 2014 પછી પીએમ મોદીની યુએઈની આ સાતમી મુલાકાત છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી 14 ફેબ્રુઆરી સુધી સંયુક્ત આરબ અમીરાતની તેમની સત્તાવાર મુલાકાતે છે. પીએમ મોદીએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે બેઠક યોજી હતી.
આ મહત્વપૂર્ણ બેઠક બાદ પીએમ મોદીએ અબુ ધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં લગભગ 65 હજાર ભારતીયોને સંબોધિત કર્યા.
તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં યુએઈના વિવિધ વિસ્તારો અને ભારતના વિવિધ રાજ્યોમાંથી લોકો એકઠા થયા હતા. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે તમે અબુ ધાબીમાં ઈતિહાસ રચ્યો છે. તેમણે કહ્યું કે આ ઐતિહાસિક સ્ટેડિયમમાં, આ ભાવના દરેક હૃદયના ધબકારામાં ગુંજતી રહે છે – ‘ભારત-યુએઈ મિત્રતા ઝિંદાબાદ.’
તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમના બીજા દિવસે એટલે કે 14મી ફેબ્રુઆરીએ પીએમ મોદી અબુધાબીમાં બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.