નવી દિલ્હીઃ વિદેશીઓની નજરમાં ભારત એક ગરીબ દેશ તરીકે ઉભરી આવ્યો છે. પરંતુ ગરીબ ગણાતો ભારત દેશ વિશ્વના સૌથી સુખી દેશોની યાદમાં સ્થાન ધરાવે છે. જોકે કંગાળ ગણાતા પાકિસ્તાન દેશ સુખી દેશોની યાદીમાં ભારત કરતા પણ આગળ છે. તાજેતરમાં યુએનનો વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્ષ જાહેર થયો હતો. એમાં ફિનલેન્ડે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો. છેલ્લાં ચાર વર્ષથી ફિનલેન્ડ આ ઈન્ડેક્ષમાં પ્રથમ ક્રમ મેળવે છે. લાઈફસ્ટાઈલને લગતાં વિવિધ માપદંડોના આધારે આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે. ટોપ-10માં નવ દેશો યુરોપના હતા.
યુએનનો વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્ષ જાહેર થયો હતો.આ ઈન્ડેક્ષ માટે 149 દેશોનો અભ્યાસ થયો હતો. વિવિધ 23 સર્વેક્ષણોના આધારે સુખાંક નક્કી કરવામાં આવ્યો હતો. એમાં 149માંથી ભારતનો ક્રમ છેક 139મો હતો. સમગ્રલક્ષી રેન્કિંગમાં ભારતને 92મો ક્રમ મળ્યો હતો. ભારત પછી જોર્ડન, તાન્ઝાનિયા અને ઝીમ્બામ્વે એમ ત્રણ જ દેશો રેન્કિંગમાં બાકી રહ્યા હતા.
હેપીનેસ ઈન્ડેક્ષમાં અફઘાનિસ્તાન દુનિયાનો સૌથી દુઃખી દેશ હતો. અફઘાનિસ્તાન 149મા ક્રમે, 148મા ક્રમે ઝીમ્બામ્બે અને એ પહેલાં રવાન્ડાને 147મો ક્રમ મળ્યો હતો. બ્રિટનના રેન્કિંગમાં ધરખમ ફેરફાર થયો હતો. કોરોનાના કારણે બ્રિટનના નાગરિકોનું માનસિક સ્વાસ્થ્ય કથળ્યું હતું, તેના કારણે બ્રિટન 17મા ક્રમે ધકેલાયું હતું. અમેરિકાને 19મો ક્રમ મળ્યો હતો.
ટોપ-10માં નવ દેશો યુરોપના હતા. જેમાં ફિનલેન્ડ પ્રથમ, ડેન્માર્ક બીજા, સ્વિટ્ઝર્લેન્ડ ત્રીજા, આયર્લેન્ડ ચોથા, નેધરલેન્ડ પાંચમા ક્રમે રહ્યા હતા. નોર્વે, સ્વીડન, લક્ઝમબર્ગ અને ઓસ્ટ્રિયા ટોપ-10માં હતા. એકમાત્ર ન્યૂઝીલેન્ડને બાદ કરતાં બધા જ દેશો ટોપ-10માં યુરોપના હતા. ઓસ્ટ્રેલિયા 11મા, ઈઝરાયેલ 12મા, જર્મની 13મા, કેનેડા 15મા ક્રમે હતા. ચીનને ૫૨ મો ક્રમ મળ્યો હતો. જાપાન 56મા ક્રમે અને પાકિસ્તાન 105મા ક્રમે રહ્યું હતું.
વિવિધ 23 માપદંડોના આધારે આ સર્વેક્ષણ થાય છે. તેમાં લાઈફસ્ટાઈલ ઉપરાંત માનસિક શાંતિ જેવા બીજા બધા મુદ્દા પણ ધ્યાનમાં લેવાય છે. ભારતને 10માંથી 4.3 પોઈન્ટ્સ મળ્યાં હતાં. આ અહેવાલ યુએનની સહાયથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક અને કોલંબિયા યુનિવર્સિટીનો સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિભાગ સંયુક્ત રીતે હાથ ધરે છે.