ટોરેન્ટો : કોરોના વાયરસ રોગચાળાએ દુનિયા સમક્ષ ચીનની પોળ ખુલ્લી પાડી દીધી છે. વળી, જેઓ આજ સુધી ચીન વિરુદ્ધ બોલ્યા ન હતા, તેમને પણ બોલવાની તક મળી રહી છે. આ જ કારણ છે કે વિવિધ કારણો વચ્ચે ચીન સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય સમુદાયની સાથે ઘણા દેશોના લોકોએ ચીન સામે વિરોધ નોંધાવ્યો હતો.
કેનેડાના ટોરોન્ટોમાં ચીનના કોન્સ્યુલેટની બહાર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીન સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ટોરન્ટોના સ્થાનિક લોકો, ઈરાનના નાગરિકો, તિબેટ અને વિયેટનામના લોકો અહીં હાજર હતા. તેમજ ભારતીય સમુદાયના લોકોએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
Canada: People from Toronto, members of Iranian diaspora, members of Tibetan and Vietnamese communities & members of Indian diaspora yesterday protested against Communist Party of China (the ruling political party in China), outside Chinese Consulate in Toronto. pic.twitter.com/qh9UXbSonm
— ANI (@ANI) July 20, 2020
ઉલ્લેખનીય છે કે, સરહદ પર વિવાદ અને 20 સૈનિકોની શહાદત બાદથી ચીન સામે ભારતીય લોકોમાં ગુસ્સો વધ્યો છે. ભારતના જુદા જુદા શહેરોમાં ચીન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, સાથે જ ચીની ચીજવસ્તુઓને બોયકોટ કરવાની વાત સામે આવી હતી.