ભારતમાં 118 વર્ષ પછી ઓર્કિડ ફૂલની એક દુર્લભ પ્રજાતિ મળી છે. ઉત્તર પ્રદેશના દૂધવા ટાઇગર રિઝર્વમાં વન અધિકારીઓ અને વન્યપ્રાણી નિષ્ણાતોને નિરીક્ષણ દરમિયાન વૈજ્ઞાનિક નામ યુલોફિયા ઓબટુસા (Eulophia obtusa) નામનું એક ફૂલ મળ્યું, જેને ગ્રાઉન્ડ ઓર્કિડ તરીકે ઓળખવામાં આવે છે. IUCN ની લાલ યાદીમાં સૂચિબદ્ધ નાશપ્રાય પ્લાન્ટની આ પ્રજાતિ છેલ્લે 1902 માં પીલીભીતમાં જોવા મળી હતી. આ ઇંગ્લેન્ડના ક્યૂ હર્બેરિયમના દસ્તાવેજોમાં નોંધાયેલું છે. 19 મી સદીમાં ગંગા નદીના મેદાનોમાંથી વનસ્પતિશાસ્ત્રીઓ આ પ્રજાતિને અહીં લાવ્યા હતા. પરંતુ છેલ્લા 100 વર્ષથી તે ફરી ક્યારેય જોવા મળ્યું નથી. ઓર્કિડની આ દુર્લભ પ્રજાતિઓની શોધ કરનારી ટીમના ભાગના ફીલ્ડ નિર્દેશક સંજય પાઠકે કહ્યું, ‘અમે 30 જૂને આ ફૂલ જોયું હતું. પાઠકે કહ્યું, ‘આ પ્રજાતિ દુધવા ફોરેસ્ટ રેંજમાં બે જુદી જુદી જગ્યાએ મળી આવી છે. તે વધુ સ્થળોએ હોવાની આશા છે.
Sunday, May 19