સમય-સમય પર દુનિયાભરમાં સેક્સથી સંબંધિત સંશોધન ચાલતું રહે છે, જેના કારણે અનેક રસપ્રદ વાતો અને મહત્વપૂર્ણ જાણકારીઓ સામે આવે છે. આ શોધ ઉપર અમે દાવાથી તો કશું જ કહી શકતા નથી. એવું માનવામાં આવે છે કે જે પુરુષોનાં ઘણી સ્ત્રીઓ સાથે જાતીય સંબંધો હોય છે, તેઓ સેક્સને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે, પરંતુ આવા પુરુષો ક્યારેય તેમના સંબંધોથી સંપૂર્ણ સંતુષ્ટ થતા નથી. સ્ત્રીઓ માસિક સ્રાવ દરમિયાન અથવા તે પહેલાં સુખદ ચરમનો અનુભવ કરે છે. તેનું કારણ છે કે તે સમયે તેમના પેલ્વિક એરિયામાં રક્ત પરિભ્રમણ વધી જાય છે. સામાન્ય રીતે એવું સમજવામાં આવે છે કે, મહિલાઓની ગર્ભાવસ્થા દરમ્યાન સેક્સની ઈચ્છા ખતમ થઈ જાય છે. જ્યારે વાસ્તવમાં એવું નથી ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓને સેક્સની ઈચ્છા વધી જાય છે અથવા તો પહેલાં જેવી જ થઈ જાય છે.
મનોવૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી એક શોધમાં જાણવા મળ્યુ છે કે, પુરૂષ કોઈ પણ બીજા રંગની સરખામણીએ લાલ વસ્ત્રોમાં સ્ત્રીની તરફ વધારે આકર્ષિત થાય છે. એક અભ્યાસ મુજબ, જે મહિલાઓમાં પોતાની ભાવનાઓ અને સમજવાની સાથે સાથે પોતાની આસપાસ રહેતા લોકોની ભાવના અને જરૂરિયાતોની સમજ હોય એવી મહિલાઓ સેક્સમા સારી પાર્ટનર સાબિત થાય છે. સેક્સ દરમ્યાન પુરૂષોની સરખામણીએ મહિલાઓ વધારે કલ્પનાશીલ થઈ જાય છે. જે પુરૂષ વધારે સેક્સુઅલ ફેંટેસીમાં રહે છે તેઓ પોતાના રોમેન્ટિક રિલેશનશિપમાં ઓછો સંતુષ્ટ રહે છે. સપ્તાહમાં બે અથવા ત્રણવાર સેક્સ કરવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે. રોમેન્ટિક સ્ટોરી વાંચતી સ્ત્રીઓ એવી સ્ટોરી ન વાંચતી સ્ત્રીઓની તુલનામાં સેક્સનો વધારે આનંદ ઉઠાવી શકે છે.