સિંગાપોરમાં કોરોના વાઇરસના 22 હજારથી પણ વધારે પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. લોકડાઉનના નિયમોનો ભંગ કરનારા લોકો માટે સરકારે રસ્તા પર રોબોટનું પેટ્રોલિંગ શરુ કર્યું છે. દેશમાં બહાર ફરી રહેલા લોકોને આ ચાર પગવાળો રોબોટ ઘરે રહેવા માટેનું સમજાવી રહ્યો છે. આ ‘રોબોડોગ’ બોસ્ટન ડાયનામિક્સ કંપનીએ બનાવ્યો છે. 2 અઠવાડિયાં માટે તેની પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. હાલ તેણે સિંગાપોર પોલીસને પણ સાથ આપવાનું શરુ કરી દીધું છે. પીળા અને કાળા રંગના આ રોબોટ પર‘ લેટ્સ કીપ સિંગાપોર હેલ્ધી’ લખેલું છે. એટલું જ નહિ પણ આ રોબોડોગ કર્ણપ્રિય અવાજમાં લોકોને મેસેજ પણ આપે છે કે, ‘તમારી અને આજુબાજુ રહેલા લોકોની સુરક્ષા માટે તમે મહેરબાની કરીને ઘરે જ રહો. આભાર.’ NM,
Saturday, May 18