આપણા હાડકમાં છુપાયો છે આપણી યુવાનીનો રાજ ! જો આપણા હાડકામાં હાજર એક ખાસ પ્રકારના હોર્મોન્સની માત્રા સહી રે તો આપણે વૃદ્ધાવસ્થાથી બચી જશુ અને યાદશક્તિ પણ કમજોર થશે નહી. વૈજ્ઞાનિકોએ એ વાતની શોધ કરી છે કે, વૃદ્ધાવસ્થાને ભગાડવાનો રાજ આપણા હાડકામાં છે. જેમાં પેદા થનાર એક હોર્મોનના કારણે અમે જુવાન રહી શકીએ છીએ. કોલંબિયા યૂનિવર્સિટીના જેનેટિક્સ વિભાગના પ્રમુખ પ્રોફેસર ગેરાર્ડ કારસેંટી છેલ્લા 30 વર્ષથી હાડકાઓમાં છુપાયેલા રાજને જાણવા માટે રિસર્ચ કરી રહ્યા છે. તેમણે હાડકામાં પેદા થનાર હોર્મોન ઓસ્ટિયોકેલ્સિન પર રિસર્ચ દરમિયાન મળી આવ્યુ છે કે, આ હાડકાઓની અંદર જૂના ટિશૂ હટાવીને નવા ટિશૂ બનાવે છે. ઓસ્ટિયોકેલ્સિન હોર્મોનના કારણે આપણી લંબાઈ વધે છે.
ગેરાર્ડએ ઉંદરમા આ હોર્મોનનો જીન કાઢઈને તેનુ અધ્યયન કર્યુ તો જાણવા મળ્યુ કે, આ હોર્મોન આપણા શરીરની ઘણી પ્રતિક્રિયાઓને પ્રભાવિત કરી છે. વૈજ્ઞાનિક ઓસ્ટિયોકેલ્સિનની દવા બનાવવામાં લાગેલા છે. જેથી આ હોર્મોન લાંબા સમય સુધી શરીરમાં રહીને વૃદ્ધાવસ્થાની બીમારીઓથી બચાવી શકે. બીજી તરફ યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ વૃદ્ધ ઉંદર પર કરવામાં આવેલ એક શોધમાં જાણ્યુ છે કે, જો બ્લડ પ્લાઝ્માનો અડધો ભાગ કાઢીને તેની જગ્યાએ સલાઈન અને એલ્બયુમિનમાં બદલી આપવાથી પણ ઉંમર વધવાની પ્રક્રિયા ઉલટાઈ જાય છે. આ પ્રક્રિયાથી માંસપેશિ, મગજ અને લીવરના ટિશૂઝ ફરીથી જવાન થવા લાગે છે. રિસર્ચ ટીમ હવે તે પરિણામ કાઢવામાં લાગેલી છે, શું આ સંશોધિત બ્લડ પ્લઝ્મા ઉંમરની સાથે જોડાયેલી બીમારીઓમાં કારગર સાબિત થાય છે કે નહી.