દુનિયા માં ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવે છે કે જે આપણું માનસિક સંતુલન હલાવી દે છે. આવોજ એક કિસ્સો ચીનમાં આવેલા ઝુહાઈ શહેરમાં મહિલા કાનમાં દુખાવાની ફરિયાદ લઇને ડોક્ટર પાસે ગઈ હતી. ડોક્ટરે આ દર્દીના કાનમાંથી જીવતો વંદો કાઢ્યો છે. મહિલા જ્યારે રાતે ઊંઘતી હતી ત્યારે વંદો તેના કાનમાં જતો રહ્યો હતો અને તે જીવતો હોવાથી તેને કાનમાં કઈક વસ્તુ હોવાનો અનુભવ અને અવાજ આવતો હતો. ડોક્ટર યીએ કહ્યું કે, જો મહિલા થોડા સમય પછી આવત તો તેની શ્રવણશક્તિને તકલીફ પડે તેમ હતી.