વ્હાઇટ હાઉસના મુખ્ય ચિકિત્સા સલાહકાર ડો. એંથની ફાઉચીએ ચેતવણી આવી છે કે કોરોના વાયરસનું ખુબજ સંક્રામક સ્વરૂપ ડેલ્ટા કોવિડ-19 મહામારીનો સફાયો કરવાના અમેરિકાના પ્રયત્નો માટે મોટો ખતરો છે.
વ્હાઇટ હાઉસમાં કોવિડ-19 ઉપર એક સંવાદદાતા સમ્મેલનમાં ફાઉચીએ કહ્યું કે અમેરિકામાં સામે આવનારા કોવિડ-19ના નવા મામલાઓમાં 20 ટકાથી વધારે સંક્રમણનું કારણ ડેલ્ટા સ્વરૂપ છે. તેમણે કહ્યું કે બે સપ્તાહ પહેલા સુધી નવા મામલાઓમાંથી 10 ટકામાં આ સ્વરૂપ મળ્યું હતું.
અમેરિકામાં એલર્જી અને સંક્રામક રોગોની રાષ્ટ્રીય સસ્થાનના પ્રમુખ ફાઉચીએ કહ્યું કે બ્રિટનમાં જેવી હાલાતમાં તેમના જેવું ડેલ્ટા સ્વરૂપ કોવિડ-19નો સફાયો કરવાના અમારા પ્રયત્નો માટે મોટો ખતરો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સારા સમાચાર એ પણ છે કે અમેરિકાની રસી ડેલ્ટા સ્વરૂપ સામે અસર કરે છે. આમ અમારી પાસે હથિયાર છે તો તેનો ઉપયોગ મહામારીને ખતમ કરવામાં માટે કરીશું.
ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં આ સ્વરૂપ હાવી થઈ ચુક્યું છે. આ સૌથી પહેલા સામે આવનારા આલ્ફા સ્વરૂપના મુકાબલે વધારે ફેલાઈ ચૂક્યો છે. અહીં 90 ટકાથી વદારે નવા મામલાનું કારણ ડેલ્ટા સ્વરૂપ છે.
આના પ્રકોપના કારણે બ્રિટનમાં ગતિવિધીઓની મંજુરી આપવામાં પણ વિલંબ કરવામાં આવી રહ્યું છે. અમેરિકાના રોગ નિયંત્રણના કેન્દ્રના ડેલ્ટાને ખુબ જ સંક્રામત ગણાવતા ચિંતાજનક સ્વરૂપની શ્રેણીમાં નાખ્યા છે.