અમેરિકા ના કેલિફોર્નિયા માં દુલ્હા-દુલ્હનને દરિયાકાંઠે વેડિંગ ફોટોશૂટ કરવું ઘણું મોંઘું પડી ગયું. આ બંને બીચથી દૂર જઈને ખડકો પર ચઢીને ફોટોશૂટ કરાવી રહ્યા હતા, તે સમયે એક મોજા તોફાની મોજાએ બંનેને દરિયાની અંદર ખેંચી લીધા. બીચ પર ઉપસ્થિત ડાઇવર્સે બંનેને પાણીમાં ડૂબતા બચાવ્યા અને માંડમાંડ કિનારે લાવ્યા. આ વેડિંગ ફોટોશૂટ દરમિયાન થયેલી દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ દુર્ઘટના કેલિફોર્નિયાના ટ્રેઝર બીચ આઇલેન્ડ પર બની. બંનેએ પહેલા બીચ પર તસવીરો ખેંચાવી હતી પરંતુ પાછા ફરતી વખતે અચાનક ખડક પર ચઢીને તસવીરો ખેંચાવવાનું મન થઈ ગયું. બંને ઝડપથી તસવીરો ખેંચાવીને પરત આવવા માંગતા હતા પરંતુ ત્યારે જ એક મોટું તોફાની મોજું બંનેને ખેંચીને લઈ ગયું. દુલ્હા-દુલ્હનને તોફાની મોજાં ઘણી દૂર સુધીને તાણીને લઈ ગયા હતા અને જો સમયસર લાઇફગાર્ડર્સ હરકતમાં ન આવી હોત તો તેમનો જીવ બચાવવો મુશ્કેલ થઈ જતે.