સ્પેનનાં કપલ લોરા ડેવિસ અને ડેવ બુનાને 7 વર્ષની મહેનત પછી સપનાંનું ઘર બનાવ્યું છે. આ ઘરને કપલે અર્થશિપ નામ આપ્યું છે. ડેવે પોતાની 58 મો જન્મદિવસ આ ઘરમાં સેલિબ્રેટ કર્યો હતો. આ ઘર બનાવવામાં તેણે જૂનાં ટાયર, ડ્રિન્ક્સના ખાલી કેન્સ અને નકામી બોટલ્સનો ઉપયોગ કર્યો છે. આ ઘરને પ્રથમવારમાં જોઈને કોઈ ન કહી શકે કે તે વેસ્ટ મટિરિયલમાંથી બનાવેલું છે. આ બ્રિટિશ કપલ વર્ષ 2002માં સ્પેન જતું રહ્યું હતું. અહિ અલ્મેરિયામાં નાનકડાં શહેર એનદાલુસિયામાં એક જૂનું ઘર લીધું અને તેને નવેસરથી બનાવવાનું નક્કી કર્યું. લોરાએ કહ્યું કે, આ ઘરને જોઈને આજે પણ અમને આશ્ચર્ય થાય છે કે આ અમે બનાવ્યું છે ? જો તાપમાન 16 ડિગ્રી જેટલું થઇ જાય છે તો પણ ઘરમાં કોઈ હીટિંગ ડિવાઈસની જરૂર પડતી નથી. અર્થશિપ ઘરની દીવાલો ટાયરથી બનેલી છે. ટાયર ટેમ્પરેચરને મેન્ટેઈન કરવામાં સક્ષમ છે. તેઓ 16 ડિગ્રી સુધીનું તાપમાન મેન્ટેઈન કરે છે અને ઘરને ઠંડુ થવા દેતા નથી. ધાબા પર વરસાદના પાણીનો સંગ્રહ થાય છે જેનો ઉપયોગ ટોઈલેટ, બગીચા અને ઘરના અન્ય કામ માટે થાય છે.
Sunday, May 19