વિશ્વના સૌથી વધુ ઉંમરના શરીરથી જોડાયેલ ભાઈ રોની અને ડોની ગેલયનનું 68 વર્ષની ઉંમરે અવસાન થયુ છે. તેમણે ડેટનની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના ભાઈ જિમે મીડિયાને આ અંગે જાણકારી આપી હતી. મોન્ટગોમેરી કાઉન્ટી કોરોનરે કહ્યું કે તેમનું અવસાન કુદરતી હતું. આ જોડીયા ભાઈનો જન્મ 28 ઓક્ટોબર,1951માં અમેરિકાના ઓહિયો પ્રાંતના બેવરક્રિકમાં થયો હતો. સર્કસમાંથી જે કમાણી કરી તેનાથી જીવન ગુજારતા હતા. બાદમાં તેમનું આરોગ્ય બગડવા લાગ્યું તો તેના ભાઈ જિમ સાથે રહેવા લાગ્યા. બન્નેની કાળજી જિમ અને તેમની પત્ની કરતા હતા. રોની અને ડોનીએ વર્ષ 2014માં 63 વર્ષની ઉંમરે શરીરથી જોડાઈ જીવનની સૌથી લાંબી સફર પસાર કરતા નવો કિર્તીમાન સ્થાપિત કર્યો હતો.
Sunday, May 19