નવી દિલ્હી : ભારતમાં 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકાયા પછી ટિકટકે પોતાને બેઇજિંગથી દૂર કરી દીધી છે. સમાચાર એજન્સી રોઇટર્સ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ટિકટોકના ચીફ એક્ઝિક્યુટિવ કેવિન મેયરે 28 જૂને ભારત સરકારને લખેલા પત્રમાં કહ્યું હતું કે, ચીની સરકારે ક્યારેય વપરાશકર્તા ડેટાની માંગ કરી નથી અને જો ડેટા માટે પૂછવામાં આવે તો, કંપની આવી કોઈ માહિતી નહીં આપે.
ચીની કંપની ByteDance ની માલિકીની શોર્ટ -ફોર્મ વિડીયો એપ્લિકેશન, ટિકટોક ચીનમાં ઉપલબ્ધ નથી. કંપની વૈશ્વિક પ્રેક્ષકોને અપીલ કરવા માટે ચાઇનીઝ માર્ગોથી દૂર જવા માંગે છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં, દેશમાં ચીન સાથે સરહદ વિવાદ પછી ભારત દ્વારા ટિકટોક, ટેનસેન્ટ હોલ્ડિંગ્સના વીચેટ અને અલીબાબા ગ્રુપના યુસી બ્રાઉઝર સહિત કુલ 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.