વોશિંગટનઃ અમેરિકાની ચૂંટણી 2016 પહેલાં છેલ્લાં દિવસે રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન માટે પ્રચાર કર્યો હતો. ભારતીય સમય અનુસાર મંગળવારની સવારે અમેરિકાના ફ્લોડેલ્ફિયામાં એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું કે તમારે કોઇની વિરૂદ્ધ વોટ કરવાની જરૂર નથી. તમારે એક ઉમદા ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને વોટ કરવો જોઇએ. હિલેરી અમેરિકી લોકો જેવી મજબૂત અને સખ્ત છે. બરાક ઓબામાએ કહ્યું કે હિલેરી જાણે છે કે તેમની સરકાર નોકરી તેમના માટે નહીં પરંતુ રાષ્ટ્ર માટે કરે છે. આપણે ડોનાલ્ડ ટ્રંપ પર ભરોસો ન કરી શકીએ. તેમણે એમ પણ કહ્યું છે કે અમેરિકી નાગરિકોને હું અપીલ કરીશ કે એવી વ્યક્તિને વોટ ન કરો જેની નજરમાં સંવિધઆનની કોઇ જ ઇજ્જત ન હોય.
ચૂંટણી સભામાં ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિંટને પણ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે યોજાઇ રહેલી રેલીને સંબોધિત કરતા કહ્યું છે કે આ વખતે તમારે ચૂંટણીમાં એ પસંદ કરવાનું રહેશે કે એક્તા અને વિભાજન જેવી અર્થવ્યવસ્થા કે જે બધા માટે હોય કે પછી એવી કે જે માત્ર પૈસાદાર લોકો માટે જ હોય.