નવી દિલ્હી : અમેરિકાની એક અદાલતે પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણાને કસ્ટડીમાં જ રાખવાનો આદેશ આપ્યો છે, જેને 2008માં 26/11ના મુંબઇ આતંકી હુમલા કેસમાં સંડોવણી બદલ ભારત દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો.
ડેવિડ કોલમેન હેડલીના બાળપણના મિત્ર, 59 વર્ષીય રાણાની ગયા મહિને 10 જૂને લોસ એન્જલસમાં ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે ભારતે તેમની પ્રત્યાર્પણની વિનંતી કરી હતી. 2008 ની મુંબઈ આતંકી હુમલામાં સામેલ થવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 6 અમેરિકનો સહિત 166 લોકો માર્યા ગયા હતા.
આવતા મહિને જામીન અંગે સુનાવણી
તહવ્વુર રાણાએ ભારતમાં ઘોષિત ભાગેડુ છે. યુ.એસ.ની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગુરુવારે 21 ઓગસ્ટ તેની જામીન સુનાવણીની આગામી તારીખ નક્કી કરી છે.