કોરોનાના કારણે ઘણી બધી કંપનીના ગ્રોથ પર માઠી અસર જોવા મળી છે અને વિશ્વભરની ઇકોનોમીને પણ અસર થઈ છે. લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે અને હવે બધા લોકડાઉનના કારણે સુરક્ષિત અને જીવિત છે ત્યાં તો હવે ચીનના શાંઘાઈ સ્થિત લગભગ 3 મહિનાથી બંધ ડિઝનીલેન્ડ 11મે એ ખોલાશે.
ડિઝનીના ચેરમેન બૉબ ઈગરે આ વાતની પૃષ્ટિ કરી છે અને તેમણે કહ્યું કે, કોરોનાના કારણે કંપનીએ તમામ પાર્ક બંધ કરી દીધા હતા. શાંઘાઈ-હોંગકોંગમાં જાન્યુઆરી, ટોક્યોમાં ફેબ્રુઆરી, અમેરિકા-ફ્રાન્સમાં માર્ચથી બંધ છે. કોરોનાના કારણે કંપનીના દરેક ભાગને અસર થઈ છે. વૉલ્ટ ડિઝની કંપનીને છેલ્લા 3 મહિનામાં આશરે 10611/- કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.