કોરોના વાઇરસ એટલો જોખમી છે કે દર્દીના અંતિમ સમયે પણ કોઈ પરિવારની વ્યક્તિ તેને મળી શકતી નથી કે તેની અંતિમ ક્રિયામાં પણ જઈ શકતી નથી. ન્યૂ યોર્કમાં એક કોરોના પોઝિટિવ પિતાને હોસ્પિટલમાં મળવા તેના ત્રણ સંતાન ઘણા આતુર હતા, પણ તે શક્ય નહોતું. આ બે દીકરીઓ અને એક દીકરો પિતાના મૃત્યુ પહેલાં 30 કલાક સુધી પિતા સાથે ફોન સાથે જોડાયેલા રહ્યા. 76 વર્ષીય ડોન અદૈરની પરિસ્થિતિ ઘણી નાજુક હતી આ જોઇને હોસ્પિટલની નર્સે તેમની વાત ત્રણેય સાથે કરાવી. તેમણે અંતિમ શ્વાસ ન લીધા ત્યાં સુધી ત્રણેય પિતા સાથે વાત કરતા રહ્યા. ફોન પર તેઓ ડેન્માર્ક, ટેક્સાસ અને નોર્થ કેરોલિનાથી ફોનથી જોડાયા હતા.