આફ્રિકી દેશ યુગાંડાની જેલમાંથી કેદીઓ નાસી છૂટ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. યુગાંડામાં 200 કેદીઓ નગ્ન થઈને જેલમાંથી ફરાર થઈ ગયા છે. કહેવાય છે કે, આ કેદીઓએ પહેલા જેલના સુરક્ષાકર્મીઓ પર કાબૂ મેળવ્યો અને બાદમાં પોતાના કપડા ઉતારીને નાસી છૂટ્યા હતા. હકકીતમાં કેદીઓને પીળા રંગના કપડા આપવામાં આવે છે અને તેમને આ જ વાતનો ડર હોય છે કે, સેના તેમને ફરી વાર પણ પકડી પાડશે.એટલા માટે તમામ કેદીઓએ પોતાના કપડા ઉતારીને ફેંકી દીધા હતા. જેલ તોડવાની આ ઘટના દેશના પૂર્વોત્તર વિસ્તારમાં ઘટી છે. સુરક્ષા દળ આ કેદીઓની શોધ કરી રહી છે. કહેવાય છે કે, આ કેદી દેશના જંગલી વિસ્તારમાં નાસી છૂટ્યા છે. જેલમાંથી ફરાર થયા બાદ કેદીઓ અને સુરક્ષાકર્મીમાં ગોળીબાર થયો છે, જેમાંથી એક સૈનિક અને કેદીને મારી નાખવામાં આવ્યો છે.જેલમાંથી ફરાર થયા બાદ આ ઘટના બુધવારના રોજ થઈ છે. આ જેલ મોરોટો જિલ્લામાં સેનાની છાવણી પાસે બની છે. સેનાના પ્રવક્તાએ આ અંગે જણાવ્યુ છે કે, કેદીઓએ ડ્યૂટી પર તૈનાત વોર્ડનને કબ્જામાં લઈ લીધો છે. તેમણે કહ્યુ છે કે, જેલમાં બંધ કેદી ખૂંખાર અપરાધી હતા, જે પશુઓની તસ્કરીના આરોપમાં જેલમાં બંધ હતા. તેઓ કપડા કાઢીને નાસી છૂટ્યા છે, જેથી તેમને કોઈ પકડી શકે નહીં, જેના માટે હાલ તેમને શોધવા માટે તપાસ અભિયાન ચાલી રહ્યુ છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યુ છે કે, આ કેદીઓ કપડાની દુકાન પર તરાપ મારી શકે છે.
Monday, May 6