આ વિડિયો જોયા બાદ બે પળ માટે શોક લાગશે અને તમે પણ હેરાન થઈ જશો તો આખરે આવું થયું તો થયું કેવી રીતે.આ વિડિયોમાં એક મોટું પક્ષી પોતાના પંજામાં શાર્કને લઈને ઉડી રહ્યું છે. આ વિડિયો કોઈ બીચનો હોવાનું દેખાઈ રહ્યું છે. જે સમયે પક્ષી પોતાના પંજામાં શાર્કને લઈને હવામાં ઉડી રહ્યું હતું ત્યારે નીચેથી લોકો તેને જોઈ રહ્યાં છે. આ વિડિયોને ટ્રેકીંગ શાર્કના નામથી ટ્વિટ યુઝરે શેર કર્યું છે. માત્ર 25 સેંકડમાં જ આ વિડિયોએ લોકોના હોશ ઉડાડી દેવા માટે કાફી છે. ટ્રેકીંગ શાર્કસના વિડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે, કોઈને પણ ખબર છે કે તે ક્યાં પ્રકારનું પક્ષી છે, શું તેને શાર્કને પકડી છે. આ વાઈરલ વિડિયોમાં જોવા મળી રહ્યું છે. માછલી પક્ષીના ચુંગલમાંથી નીકળવાની કોશિશ કરી રહી છે. એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે, વાસ્તવમાં આ લેડીફીશ છે. તો એક યુઝરે આ વિડિયો જોયા બાદ તેણે લખ્યું હતું કે, તે એક ઓસ્પ્રે છે. એક મોટુ રૈપ્ટર જે માછલીને ખાઈ જાય છે.
Sunday, May 19