જો તમારા શરીરમાં કોઈ અંગ જેમ કે, મોઢું, હોઠ અથવા તો ક્યાંક મુશ્કેલી જેવું હોય તો તેને તમે ઠીક કરાવી શકો છો. લોકો તેને સર્જરી દ્વારા ઠીક કરાવી રહ્યા છે. ઘણાં લોકો એવા પણ હોય છે જે પોતાના શરીરમાં મનપસંદ બદલાવ કરવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લે છે. કેટલાક એવા લોકો છે જેને પોતાના હોઠ પસંદ ન હોય તો લીપ સર્જરી કરાવે છે. કેટલાક એવા પણ લોકો છે જે પોતાના શરીરમાં મનપસંદ બદલાવ માટે પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખતે પ્લાસ્ટિક સર્જરી સફળ રહે. આવી જ એક ચોંકાવનારી ઘટના ઈંગ્લેન્ડમાં બની છે. જ્યાં સ્તનોમાં બદલાવ લાવવા માટે એક મહિલાએ પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. પરંતુ આ સર્જરીની જગ્યાએ મહિલાને તેના બંને સ્તન ગુમાવવા પડ્યા.
બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટથી સાઈઝ વધારવા કરાયું ઓપરેશન
28 વર્ષીય જારા રોડિગ્યૂઝ પોતાના શરીરથી ખુશ નહોતી. એવામાં તેણે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ અને પેટની ચરબી ઘટાડવા માટેનો વિચાર કર્યો. એના માટે તેણે ઓગસ્ટ 2019માં સર્જરી કરાવવા માટે તુર્કીની રાજધાની ઈસ્તંબુલ પહોંચી. અહીં પહોંચીને એક ક્લિનિકને લગભગ 5 હજાર પાઉન્ડ અર્થાત લગભગ 65 હજાર રૂપિયા આપ્યા હતા. જારા ઈચ્છતી હતી કે તેના બંને સ્તનોની સાઈઝ વધારવામાં આવે. એવામાં સર્જરી કરવામાં આવી. જે સર્જરી 7 કલાક સુધી ચાલી. જારા ઈસ્તંબુલથી પરત દક્ષિણ પશ્ચિમ ઈંગ્લેન્ડ સ્થિત વિલ્ટશાયરમાં પોતાના ઘરે પહોંચી ગઈ. પરંતુ અહીં આવ્યા પછી તેની પરેશાનીઓ ચાલુ થઈ ગઈ.
ઈન્ફેક્શનથી બંને બ્રેસ્ટમાં લીકેજ થઈ ગયું ચાલુ
જારાની ડાબી બ્રેસ્ટ ઈમ્લાન્ટ ઈન્ફેક્શનના કારણે લીક થવા લાગી. સાથે જ જમણા બ્રેસ્ટમાં પણ તકલીફો ચાલુ થઈ. જારાએ પછીથી ઈન્સ્ટાગ્રામ પર પોતાના બંને સ્તનોના ફોટા પોસ્ટ કરી દીધા. જેની હાલત ખૂબજ ખરાબ થઈ ચૂકી હતી. આ પછીથી ઈસ્તાંબૂલ સ્થિત તે ક્લિનિકે જારાના બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટને ફરીથી ફિક્સ કરવાની વાત કરી. જ્યાં તેણે સર્જરી કરાવી હતી.
ફરીથી ઓપરેશન કરાવ્યું તે પણ ફેલ જતાં બંને બ્રેસ્ટ કઢાવવા પડ્યા
તે ત્યાં ગઈ અને ફરીથી બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કર્યું. પરંતુ આ કર્યા પછી જેવી તે ઘરે પહોંચી તો પહેલા જેવી જ તકલીફો ચાલુ થઈ ગઈ. પછી તેણે ક્લિનિકને કોલ કર્યો પરંતુ તેમણે જારાનો ફોન ઉઠાવવાનું બંધ કર્યું. તે પછી તેણે ઈંગ્લેન્ડમાં જ બંને બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટને હટાવી દીધા. પરંતુ તે સાથે સાથે તેણે પોતાના બંને બ્રેસ્ટ ગુમાવવા પડ્યા.