અમેરિકાના ઇલિનોઈસ રાજ્યમાં રહેતી 18 વર્ષની ટીનેજર પોતાના સ્પેશિયલ ડ્રેસને લઈને ઇન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બની છે. પેટોન મેન્કરે 41 ટેપનાં રોલમાંથી મહામારી કોરોના વાઈરસ થીમ પર ડ્રેસ બનાવ્યો છે. આ ડ્રેસ તેણે પ્રોમ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે બનાવ્યો છે, જેને બનાવતા તેને 400 કલાક લાગ્યા છે. ડ્રેસ પર તેણે કોરોના હીરોઝ, ડોક્ટર અને ચિંતિત વ્યક્તિ સામેલ છે. લોકડાઉન અને કોરોના વાઈરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડ્રેસ ડીઝાઇન કરવાનું વિચાર્યું.
પેટોને કહ્યું કે, હું કોરોના વાઈરસ થીમ પર આધારિત ડ્રેસ ડીઝાઇન કરવા માગતી હતી અને મને તે પણ ખબર હતી કે આવો ડ્રેસ અન્ય કોઈ ડીઝાઇન નહિ કરે. પેટોનને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે દુનિયા આખી તેના વખાણ કરી રહી છે, તેણે કહ્યું કે, હું બધાની આભારી છું જે લોકોને મારો આ પ્રોમ ડ્રેસ પસંદ આવ્યો. પેટોને આ પ્રોમ ડ્રેસ 21 જુલાઈએ થનારી કોમ્પિટિશન માટે બનાવ્યો છે, પણ તે પહેલાં જ લોકોએ જોઈ લીધો. પેટોન અત્યારથી જ પોતાને વિનર સમજે છે, જો તે કોમ્પિટિશન જીતી જશે તો કોલેજ ફંડમાં જીતેલી રકમ જમા કરાવશે.