હાલ દેશભર થી કોરોના ને લઈને માઠા સમાચારો આવી રહ્યા છે અને ઘણી ખરી જગ્યા પર આગ ના સમાચારો પણ જોવા મળી રહ્યા છે. કુદરત નો કરીશમો કહીએ કે પછી માનવતા તે સમજાતું નથી. પરંતુ આ વિડિયો જોઈને તમારા મોઢા પર સ્મિત જરૂર થી આવી જશે અને પળભર માટે રાહત ની અનુભૂતિ થશે. વીડિયોમાં જોઈ શકાય છે કે ખિસકોલી જન્મોજન્મની તરસી હોય તેમ રસ્તા પર પાણીની બોટલ પકડેલા એક ભાઈ પાસે પાણી માગી રહી છે. ત્યારબાદ તે ભાઈ બોટલમાંથી ખિસકોલીને પાણી પણ પીવડાવે છે. બોટલ ખાલી ન થઇ ત્યાં સુધી પાણી પીને તે જતી રહે છે. ખિસકોલીનો આ સુંદર વીડિયો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે.