રોજ રોજ કરિયાણા લેવા જવાની કિટ કિટમાંથી કંટાળેલા એક પતિએ ગજબનો રસ્તો અપનાવ્યો હતો. પત્નિ દરરોજ આ પતિને ઘરનો સામાન લેવા માટે દુકાને મોકલતી હતી. ત્યારે રોજની કિટ કિટની કંટાળેલા આ મહાશયે પોતાની પત્નીને એક સાથે આખો ટ્રક ભરીને ચોખા લાવી આપ્યા. કેમ કે, તે દરરોજ પતિને ચોખા લેવા માટે દુકાને મોકલતી હતી.આપને જણાવી દઈએ કે, લેખક શિવ રામદાસે એક ટ્વીટ કર્યુ છે, જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યુ છે. તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે, મારા બનેવી રોજ રોજ ચોખા ખરીદવા જાવાની માથાકુટથી કંટાળ્યા હતા, તો તેમણે એક સાથે આખો ટ્રક ભરીને બહેનને ચોખા લાવી આપ્યા.
લેખકના બનેવી દુકાનદાર સાથે થોડી રકઝક કરી ભાવ ઓછો કરાવ્યો, બાદમાં આખો ટ્રક ભરીને ચોખા ઘરે લઈ આવ્યો, દરવાજાની સામે ટ્રક ઉભેલો જોઈ પત્ની પણ વિચારવા લાગી, જ્યારે સમગ્ર વાતની ખબર પડી તો, તેણે જે પતિને સંભળાવ્યુ છે. પતિને બરાબરનો લઈ નાખ્યો.
જો કે, બાદમાં આ ચોખા દુકાનદારને પાછા આપવાની વાત કરી, પણ દુકાનદાર માન્યો નહીં. ત્યાર બાદ તેમણે એક મેસવાળા સાથે સંપર્ક કર્યો, જેને થોડા ચોખા ખરીદી લીધા, પણ આતો આખો ટ્ર્ક હતો, એમ કાંઈ થોડી પુરા થઈ જાય. ત્યારે હવે બીજો કોઈ રસ્તો ન રહેતા તેમણે ઘરે આવતા-જતાં મહેમાનોને ભાત ગિફ્ટમાં આપવાનું શરૂ કર્યું. પત્નિ જ્યારે તેના પિયરમાં જાય છે, ત્યારે પણ ભાત જોડે લેતી જાય છે.