દાઠા: આજ રોજ દાઠા કન્યા પ્રાથમિક શાળામાં કારગિલ વિજય દિવસની ઉજવણી ઊજવાઈ હતી. દેશપ્રેમના ભાવને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશના વિભિન્ન રાજકીય નેતાઓ, સૈનિકો અને ભારત માતાના વેશ ધારણ કરી દેશભક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ભારતના શૂરવીર જવાનોના શૌર્ય અને બલિદાન વિષે ઉત્સાહભેર પોતાના વિચારો રજૂ કર્યા હતા. શાળાના શિક્ષક શ્રી મુકેશભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓને કારગિલ વિજય દિવસના ઇતિહાસ, તેનો ઉદ્દેશ અને આપણે નાગરિક તરીકેની ફરજો વિષે માહિતી આપી હતી.આ ઉત્સવનું સંચાલન શ્રી સંજયભાઈ ડોડીયાએ સુસંગત રીતે સંભાળ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમના અંતે આભાર વિધી શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ દવેએ પાઠવી હતી.કારગિલ વિજય દિવસના અવસરે શાળામાં ભવ્ય દેશપ્રેમી માહોલ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિના ભાવને વધુ પ્રગાઢ બનાવવામાં આવ્યો હતો.