225 Crore Canal Project કોન્ટ્રાક્ટર શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા હલકી કક્ષાનું કામ
અમદાવાદ, 16 જૂલાઈ 2025
225 Crore Canal Project છોટાઉદેપુર જિલ્લાના સુખી જળાશય યોજનામાં રૃા.225 કરોડના ખર્ચે નવી બનતી નહેરમાં ગાબડા પડતા કામગીરી સામે પ્રશ્નો ઉઠયા છે. ઉદ્ધાટન પહેલાં જ ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોવા છતાં પણ રૃા.6 કરોડના બિલો બનાવવામાં આવ્યા છે. તેથી 92 ગામોને સિંચાઈ નહીં મળી શકે. કોન્ટ્રાક્ટર શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા હલકી કક્ષાનું કામ કર્યું હોવા છતાં સિંચાઈ પ્રધાન કુવર બાવળીયા અને તેના મદદનીશ પ્રધાન મુકેશ પટેલે કોઈ પગલાં લીધા ન હતા. જેમણે નહેરનું ખાતમૂહુર્ત કર્યું હતું.
કેન્દ્રના સિંચાઈ પાણી પ્રધાન અને ભાજપના પ્રમુખ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ છે.
છોટાઉદેપુર જિલ્લાના ડુંગરાવાંટ ગામે નિર્મિત સુખી જળાશય યોજના જિલ્લાનો સૌથી મોટો સિંચાઈ પ્રોજેક્ટ છે. 1978માં શરૂ થયેલી આ યોજનાની કેનાલોનું બાંધકામ વર્ષ 1985-86માં પૂર્ણ થયું હતું, જેનાથી છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી તાલુકાના 92 ગામોના 17,094 હેક્ટર અને પંચમહાલ જિલ્લાના 39 ગામોના 3,607 હેક્ટર પિયત વિસ્તારમાં સિંચાઈની સુવિધા મળતી હતી. આ યોજનાએ ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવી, પરંતુ વર્ષો બાદ કેનાલોની સ્થિતિ બગડતાં સરકારે આધુનિકીકરણ કરવાનો નિર્ણય લીધો હતો.
ખાતમુહૂર્ત પાણી સિંચાઈ પ્રધાન કુંવર બાવળિયાએ કર્યું હતું. ઉદઘાટન કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, રાજ્યસભા સાંસદ નારણ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી , જિલ્લા પંચાયતનાં પ્રમુખ મલકાબેન પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા હાજર હોવાથી લોકો હવે તેમને જવાબ આપવા માટે સોશિયલ મિડિયામાં ઠપકારી રહ્યાં છે.
2 વર્ષ પેહલા છોટાઉદેપુરના 92- પંચમહાલના 39 ગામોને સિંચાઈ આપતી સુખી જળાશય યોજના આધારિત જમણા કાંઠા અને ડાબા કાંઠાની મુખ્ય નહેરો, શાખા નહેરો અને માઈનોર નહેરોનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 225 કરોડના ખર્ચે સુધારણા તેમજ આધુનિકરણ કરવાનો નિર્ણય કર્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર બોડેલી અને સંખેડા તાલુકામાં સુખી જળાશય યોજનાનું સિચાઇનું પાણી 92 ગામોને 17 હજાર હેક્ટર વિસ્તારમાં મળે તે માટે સરકાર દ્વારા કેનાલોનું રિનોવેશન કરવા માટે રૃા.૨૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવાઇ હતી.
આ જૂની કેનાલો વર્ષ-1986માં બની હતી તે જર્જરિત હતી અને તે કેનાલો તોડીને નવી બનાવવા માટે સુખી જળાશય યોજનાની કચેરી દ્વારા વડોદરાના કોન્ટ્રાકટર શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટને ઇજારો આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ કેનાલના કામો કરતા પ્રથમ વરસાદમાં જ હલકી કક્ષાનું કોક્રિટ ધોવાઈ જતા કેનાલોની હાલત ખરાબ થઇ ગઇ છે.
કામ ચાલતું હતું ત્યારે સ્થાનિક લોકોએ હલકી કક્ષાનું કામ થતું હોવાની રજૂઆતો એક્ઝિક્યૂટિવ એન્જિનિયર કિશન સોરઠિયાને કરી પરંતુ કોઇ ધ્યાન નહી અપાતા કેનાલમાં ઠેરઠેર ગાબડા પડી ગયા છે. છોટાઉદેપુર જિલ્લામાં સુખી જળાશય યોજનાના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલતા એક્ઝિક્યૂટિવ એન્જિનિયરને તમામ રિપોર્ટ સાથે ગાંધીનગર ખાતે ચીફ ઇજેનરે રૃબરૃ બોલાવી ખુલાસો પૂછ્યો છે. અધિકારીઓ નિષ્ફળ નીવડયા અને ઉદ્ધાટન પહેલા જ કેનાલો તૂટવા લાગી છે.
સરકારી કામગીરી અને કોન્ટ્રાક્ટરો પર ભ્રષ્ટાચારના ગંભીર સવાલો ઉભા થયા છે.
સરકાર
38 કિમીની કેનાલ લાઇનમાંથી 21 કિમીનું અપડેશન કરવામાં આવ્યું છે, જેમાં 16 કિમીનું કામ પૂર્ણ થયું છે. કેટલીક જગ્યાએ ગોરાડવાળી જમીન અને વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપોમાં પથ્થરો અને લાકડાં આવી જવાને કારણે કેનાલને નુકસાન થયું છે. આ ગેરંટી પિરિયડમાં હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગનું કામ કરવામાં આવશે.
નિવેદનો
ઉદઘાટન વખતે જળ સંપત્તિ મંત્રી કુંવર બાવળીયા જણાવાયું હતું કે, સુવિધાઓ વધુ સુચારૂ બનશે. જમણા તથા ડાબા કાંઠા મુખ્ય નહેર સહિતની 663 કિ.મી.ની વિસ્તરણ પ્રણાલીથી છોટાઉદેપુર જિલ્લાના 92 ગામોના 14796 ખેડૂતોની 17094 હેકટર જમીનને પિયત મળશે. નહેરના નવીનીકરણથી આ વિસ્તારમાં વધુ સારી રીતે સિંચાઈનું પાણી આપી શકાશે.
પંચમહાલ જિલ્લાના 39 ગામોના 3699 ખેડૂતોના 3607 હેકટર વિસ્તાર એમ કુલ 131 ગામોના કુલ 18500 સિંચાઈકારોના કુલ 20701 હેક્ટર વિસ્તારને સિંચાઇ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
જળ સંપત્તિ રાજ્ય પ્રધાન મુકેશ પટેલે કહ્યું હતું કે, સુખી જળાશય યોજના છોટાઉદેપુર જિલ્લાના પાવી-જેતપુર તાલુકામાં સાંગધ્રા તેમજ ખોસ ગામની નજીક સુખી અને ભારજ નદીના સંગમ ઉપર ખાસ કરીને આદિવાસી વિસ્તારને સિંચાઇનો લાભ આપવા તૈયાર કરવામાં આવી છે. સુખી ડેમ, જમણા કાંઠા મુખ્ય નહેર, ડાબા કાંઠા મુખ્ય નહેર સહિતના વિતરણ માળખાનું બાંધકામ વર્ષ 1978માં શરૂ કરીને વર્ષ 1985-86 દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
મુકેશ પટેલે કહ્યું કે, સુખી જળાશયની નહેરો અને તેના સ્ટ્રકચરોનું બાંધકામ ઘણા વર્ષ અગાઉ થયું હોવાથી તેમજ સ્ટ્રકચરોનું બાંધકામ રબલ મેશનરી અને બ્રીક મેશનરીમાં થયું હોઈ હાલની સ્થિતિએ જર્જરીત થઇ ગયું છે. જેથી સંપૂર્ણ નહેર નેટવર્કમાં સરળતાથી અને પૂર્ણ ક્ષમતાએ પાણીનું વહન થાય તે માટે નહેરો અને સ્ટ્રકચરોના મજબુતીકરણ-આધુનિકરણની કામગીરી અતિ-આવશ્યક હોવાથી સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
બંધની ભયજનક સપાટી 148.30 મીટર છે.
સુખી નાહર મલાળુ
નહેરની લંબાઈ 3.10 કિ.મી. (ડાબે)
38.50 કિ.મી. (જમણે)
ક્ષમતા ૪.૩૭ ચોરસ મીટર/સે (ડાબે)
૧૨.૮૨ ચોરસ મીટર/સે (જમણે)
કુલ સિંચાઈ વિસ્તાર ૩૧૫૩૨ હેક્ટર
કૃષિ સિંચાઈ વિસ્તાર ૨૦૭૦૧ હેક્ટર
#Chhotaudepur: જિલ્લાનું મુખ્ય જળાશય સુખી જળાશયમાં ભારે પાણીની આવક થતા ડેમના બે દ્વાર ખોલવામાં આવ્યા
સુખી જળાશય યોજનામાં 19000 કયસેક પાણીની આવક થતા ડેમ 145.90 મિટર સુધી ભરાયો છે.
ડેમ નું લેવલ જાળવી રાખવા તંત્ર એ બે ગેટ ખોલ્યા#SukhiDam @collectorcu @DPChhotaudepur pic.twitter.com/BZZ78L7NWU— DD News Gujarati (@DDNewsGujarati) August 10, 2019
ડેમ
પ્રકાર: માટી અને ચણતર
પાયાના ખડક – ગ્રેનાઈટ, અગ્નિકૃત અને અક્ષય પથ્થર
પાયાના પાયાથી મહત્તમ ઊંચાઈ ૩૮ મીટર
ડેમની ટોચ પર લંબાઈ ૪૦૦૭ મીટર (માટીનો બંધ)
કુલ મજબૂતીકરણ તત્વો
કોંક્રિટ ૦.૦૩૨૭ મિલિયન ચોરસ મીટર/સે
ચણતર કામ ૦.૧૦૨ મિલિયન ચોરસ મીટર/સે
પૃથ્વીનું કામ ૪.૫૭૯ મિલિયન ચોરસ મીટર/સે
જળાશય
પૂર્ણ ક્ષમતા પરનો વિસ્તાર ૨૯.૦૪ ચોરસ કિમી
કુલ સંગ્રહ ક્ષમતા ૧૭૮.૪૭ મિલિયન ચોરસ મીટર/સે
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૧૬૭.૧૪ મિલિયન ઘન મીટર
ડૂબાયેલો વિસ્તાર:
(a) જંગલ (b) પડતર જમીન (c) ખેતીલાયક જમીન
2180 હેક્ટર 391 હેક્ટર 603 હેક્ટર
ડુબાયેલા ગામોની સંખ્યા: 16 આંશિક રીતે, 9 સંપૂર્ણપણે
સિંચાઈવાળા ગામો
(a) જિલ્લો (b) તાલુકો (c) ગામોની સંખ્યા
વડોદરા પાવી જેતપુર 67
છોટા ઉદેપુર 11
સંખેડા 16
પંચમહાલ જાંબુધોડા 35
કુલ 129