અબડાસાના બાઇવારીવાંઢમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં 25 ઘવાયા
અબડાસા તાલુકાના બાઇવારીવાંઢ ગામે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં મારામારીમાં પરિણમી હતી. જેમાં એક જ સમાજના બે જુથ વચ્ચે મારામારી થતાં બંન્ને પક્ષે ૨૫ જેટલા લોકોને ઇજાઓ થતાં ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકી તથા નલિયા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અબડાસા તાલુકાના બાઇવારીવાંઢ ગામે તા.૨૧ના રાત્રે ૮ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. જેમાં બાઇવારીવાંઢમાં રહેતા જત સમાજના બે પરિવારો વચ્ચે કોઇ વાતે પ્રથમ ઉગ્ર બોલાચાલી અને બાદમાં મારામારી થઇ હતી. જેમાં બંન્ને પક્ષના લોકોને માથામાં તેમજ શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ થઇ હતી. બનાવની તપાસ નિલયા એ.એસ આઇ.અરૂણભાઇ ડાભી ચલાવી રહ્યા છે.
ભુજની હોસ્પિટલમાં ખસેડાયેલા એક જૂથના ઇજાગ્રસ્તોના નામ
માજીદ રમજાન જત, યાયાખાન માજીદ જત, અબુબખર તેજા મામદ જત, લાખુબાઇ રમજાન જત, દામાબાઇ હમરા જત, શકીનાબાનાઇ રહેમતુલા જત, જકરિયા નિજામુદિન જત, રમજાન અલીમોગલ જત, જમાલ અબ્દુલ કરીમ, હૈદરખાન જુમા જત, રહીમાબાઈ અબ્દુલ જત રાત્રે ૮ વાગ્યે ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતા પરિવારના લોકોએ હુમલો કર્યો હતો.જેમાં તેમને ઇજાઓ થતાં ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બીજા જૂથના ઇજાગ્રસ્તોને પ્રથમ નલિયા અને બાદમાં ભુજ ખસેડાયા
બેગમામદ હાજીઆમદ જત, ઇબ્રાહીમ અબ્દુલ જત, અબ્દેમાન હાજી જત,સુલેમાન બેગમામદ જત, ધીરમામદ ખલીમ જત, અનાઉલા નુરમામદ જત, કુંવરબાઇ હલીમ જત, જબ્બાર સાલે જત, હાસમ સમદ હમજા ખમુ જત, હલિમ હાજી નેકમામદ જત, અબ્દુલ સલીમ અબ્દુલ ફલિમ જત,ભાગબાઇ ઇબ્રાહીમ જત, અબ્દુલ સલીમ ખમુ જત, અબ્દુલ રઉ જત, રસિદાબાઇ રેહત જત, નઉદિન બેગમામદ જત, ઇસા જબ્બાર જત, હૈયાત અબ્દુલકરીમ જત અને અબ્દેમાન આમના જતને પ્રથમ સારવાર માટે નલિયા સી.એચ.સી. અને ત્યાંથી વધુ સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.