ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા મુશ્કેલીમાં મુકાઈ શકે છે. સાનિયા મિર્જા ને યોગ્ય સમયે બાકી ટેક્સ ની રકમ સમયસર ન ભરવાના કારણે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે.
સર્વિસ ટેક્સ ના ભરવાના કારણે સેવાકર વિભાગે સાનિયા મિર્જા ને નોટિસ મોકલી છે. આયકર વિભાગ દ્વારા આ ટેનિસ સ્ટાર ને 6 જાન્યુઆરી ના દિવસે સમન્સ પાઠવવા માં આવ્યું છે જેના હેઠળ તેમને અથવા તો કોઈ જવાબદાર વ્યક્તિ ને 16 ફેબ્રુઆરી ના પેહલા હાજર રહેવાનું જણાવાયું છે.
મીડિયા રિપોર્ટ ના અનુસાર સોનિયા મિર્જા પર આરોપ છે કે તેમને 20 લાખ નો ટેક્સ ભર્યો નથી.નોટિસ માં પાઠવવા માં આવ્યું છે કે વિત્ત મંત્રાલય નો કાયદો 1994 અનુસાર જેતે વ્યક્તિ ની બાકી નીકળતી ટેક્સ ની રકમ ને લગતી પુછપરછ હાથ ધરવામાં આવવાની છે.જયારે વધુ માં નોટિસ માં જણાવવા માં આવ્યું છે કે મંત્રાલય પાસે એ ખાતરી છે કે સાનિયા પાસે ટેક્સ ની રકમ ને લઇ યોગ્ય પુરાવા છે.