નવી દિલ્હી : ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વનપ્લુસ (OnePlus)એ પોતાનો નવો લોગો પ્રકાશિત કર્યો છે. છ વર્ષ પહેલા શરૂ થયેલી આ કંપનીએ પ્રથમ વખત પોતાનો લોગો બદલ્યો છે.
હવે કંપનીએ બ્લેક એન્ડ વ્હાઇટ લોગો પણ બનાવ્યો છે. શરૂઆતમાં વન પ્લસ સ્ટાર્ટઅપ તરીકે ચીનથી ભારત આવી હતી અને હવે કંપની તેના વૈશ્વિક બજાર પર પણ ધ્યાન આપી રહી છે. અપડેટ થયેલ લોગો કંપનીની વેબસાઇટ પર પ્રતિબિંબિત થઈ રહ્યા છે.
વનપ્લસે તેની સોશિયલ મીડિયા ચેનલો પર પણ નવા લોગોને અપડેટ કર્યા છે. જૂનો લોગો લાલ રંગની થીમ પર હતો, પરંતુ હવે પ્લેન બ્લેક અને વ્હાઇટ થઈ ગયો છે.
લોગોમાં થયેલા પરિવર્તનની વાત કરીએ તો હવે લોગોની બોર્ડર પહેલાથી પાતળી થઈ ગઈ છે અને બોલ્ડ અક્ષરમાં OnePluને બોલ્ડ લેટરમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં બ્લેકથી લખવામાં આવ્યો છે. તેને ડાર્ક ગ્રે કહી શકાય. લાલ રંગ હજી પણ છે, પરંતુ તે ફક્ત અમુક સ્થાનો માટે જ છે.
નવા લોગોની સાથે કંપનીએ તેની ચીન અને ભારત વેબસાઇટને અપડેટ કરી છે. જૂનો લોગો હજી વૈશ્વિક વેબસાઇટ પર જોઈ શકાય છે. લોગો વિશે વાત કરતા, લોગોમાં વપરાયેલી 1 ની ડિઝાઇન બદલાઈ ગઈ છે અને તેની પૃષ્ઠભૂમિ સરળ સફેદ રાખવામાં આવી છે. કંપની દ્વારા ટેક્સ્ટના ફોન્ટ પણ બદલવામાં આવ્યા છે.
વનપ્લસના વૈશ્વિક ક્રિએટિવ ડિરેક્ટર મેટ હૈકેન્સનએ કહ્યું છે કે, વનપ્લસ બદલાઈ રહ્યું નથી, પરંતુ અમે મજબૂતી આપી રહ્યા છીએ કે અમે નેવર સેટલ ટ્રસ્ટ અને ટ્રુ સ્પિરિટ માટે સ્ટેન્ડ કરીએ છીએ. ચાલો અમે તમને જણાવી દઈએ કે કંપનીની પંચલાઇન એ ‘નેવર સેટલ’ છે.