જરાતમાં રાજ્યસભા ચૂંટણીનો ખરો રંગ હવે જામ્યો છે. રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકોમાંથી ભાજપે ત્રણ ઉમેદવાર મેદાનમાં ઉતારતાં જ ગુજરાતના રાજકરણમાં રસાકસી આવી ગઈ છે. રાજ્યસભાની ચૂંટણીને લઈ CM રૂપાણીનું નિવેદન આપતાં જણાવ્યું છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનાં ત્રણેય નેતાઓનો યશસ્વી વિજય થશે. અમે તો અત્યારથી વિજેતા છીએ, માત્ર ચૂંટણી બાકી છે. અને તમામ 182 ધારાસભ્યોને તેમને સાથ મળશે. તેમણે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પડતા કોંગ્રેસની આંતરિક જૂથબંધી જવાબદાર ઠેરવી હતી.
વિજય રૂપાણીને જ્યારે BTPના મત વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, BTPના મત ભાજપને જ મળશે તેવો CM રૂપાણીએ આજે મોટો દાવો કરીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. તેમને ઉમેર્યું કે, એક બાજુ ગુજરાતની જનતા કોરોનાના ભયમાં છે, બીજી બાજુ કોંગ્રેસ જયપુરના રિસોર્ટના સ્વિમિંગ પુલોમાં ધબુકા મારી રહી છે. આ કેટલું વ્યાજબી છે. આજે તો એવું પણ સાંભળ્યું કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને જયપુરથી ખસેડી હવે છતીસગઢ ખસેડી રહી છે. આ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને શોભા દેતું નથી. રૂપાણીએ ભાજપના ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાત પર દબાણ મૂકતા જણાવ્યું કે, ભાજપનો કોઈ સભ્ય આઘાપાછા થવાના નથી.