મુંબઈ : નિર્માતા એકતા કપૂરે તાજેતરમાં જ #SafeHandsChallenge પૂર્ણ કરી અને તેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો. જોકે તેણે લોકોને હાથ ધોવા માટે જાગૃત કરવા અને બીજાને ચેલેન્જ માં ટેગ કરવા માટે આ કર્યું, પરંતુ મામલો ઊંધો થઈ ગયો અને એકતા ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલ થઈ ગઈ. એકતા કપૂરને કેમ તેનું કારણ પણ જાણી લો.
ખરેખર, એકતા કપૂર ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ કરે છે અને તે હાથમાં હંમેશા ઘણી વીંટીઓ અને બંગડી પહેરે છે. જ્યારે તેણે હૅન્ડવૉશિંગ કરતા પોતાનો વિડીયો બનાવ્યો ત્યારે લોકોએ જોયું કે એકતા કપૂરે તેના હાથ કરતા હાથની વીંટીઓ ધોવા માટે વધુ સમય લીધો. આ બાબતે લોકોએ એકતા કપૂરનો ક્લાસ લીધો. એક યુઝરે લખ્યું – તમારે તમારા બધા ઝવેરાત અને દોરા હટાવી દેવા જોઈએ. અહીં જુઓ Video…