(Aziz Vhora)
નવી દિલ્હી તા.9 : જયારે ખાવા ની વાત આવે છે તો દરેક ભારતીય તેની શરમ બાજુ પર મૂકી દે છે અને તે સ્વાભાવિક વાત છે કે કોઈ પણ ભારતીય તેના પસંદીદ ડીશ થી દૂર નહિ રહી શકતો,ભારત માં પહેલા થી એક પ્રથા ચાલતી આવી રહી છે જેમાં કોઈ પણ લગ્ન પ્રશંગ માં જમવાની સાથે અંત માં ટિફિન તો જરૂર ભરવામાં આવે છે.પરંતુ તાજેતર માં કઈ કે એવું બન્યું છે કે જે સાંભળી ને તમને રમુજી લાગી શકે છે.
લંડન સ્થિત એક હોટેલ માં એરઇન્ડિયા ના સ્ટાફ પર આક્ષેપ છે કે તેમને ફાઈવ સ્ટાર હોટેલ ના બુફે ડિનર માંથી ટિફિન ભરી લીધા છે.લંડન ની એક હોટેલ માં એર ઇન્ડિયા નો સ્ટાફ રોકાયો હતો જેમાં તે ખાલી ટિફિન સાથે પોહ્ચ્યા હતા પરંતુ સવાર ના નાસ્તા ના સમયે અને રાત ના બુફે ડીનર દરમિયાન તેમને પોતાના ટિફિન ભરી લીધા જેને પછી થી ઉપયોગ માં લેવાય.
હોટેલ ના જણાવ્યા પ્રમાણે તેમને જમણવાર ટેબલ પર પેહલા થી જ ચેતવણી આપતું એક બોર્ડ લગાવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે હોટેલ ની કોઈ પણ ખાણીપીણી ની ચીજવસ્તુ હોટેલ ની બહાર લઇ જઈ શકાય નહિ પરંતુ તે છતાં પણ જયારે હોટેલ ને લાગ્યું કે એરઇન્ડિયા નો સ્ટાફ આવું કશું કરી રહ્યું છે ત્યારે તેમને હોટેલ ના મેનેજર ને મોકલ્યા અને આમ ન કરવા જણાવ્યું સાથે હોટેલ ના મેનેજરે જણાવ્યું હતું કે સ્ટાફ ના જેટલા પણ વ્યક્તિ આ કામ કર્યું છે અમે તેમની આંતરાષ્ટ્રીય ડ્યૂટી પર બેન લગાવી દઈશું.
જયારે એક અંગ્રેજી અખબાર ના જણાવ્યા પ્રમાણે એરઇન્ડિયા ના સ્ટાફે એની દલીલ માં જણાવ્યું હતું કે સ્ટાફ ના લોકો નો આરામ કરવાનો સમય યોગ્ય નથી અને જે સમયે હોટેલ ના લોકો જમવા માટે નો સમય આપે છે તે સમયે અમે લોકો જમી શકવાની સ્થિતિ માં હોતા નથી.અને તે સ્થિતિ ને નિવારવા માટે અમે ભરેલા ટિફિન માંથી જામી લઈએ છે. જયારે એર ઇન્ડિયા એક સહકર્મચારીએ એ જણાવ્યું હતું કે હોટેલ એરપોર્ટ થી ઘણી નજીક છે અને અમને યોગ્ય જમણવાર શોધવા માટે ઘણા લાંબા સુધી ભટકવું પડે છે.એરઇન્ડિયા ના સ્ટાફે જણાવ્યું હતું કે તેમનો પગાર એટલો પણ નથી કે રૂમ માં ખાવાનું ઓર્ડર કરી શકે અથવા તો બહાર જમી શકે અને તેમનો આરામ કરવાનો સમય પણ એરલાઇનસ દ્વારા પૂરતો આપવામાં નથી આવતો જેના કારણે આ પ્રકાર ની સ્થિતિ નું સર્જન થાય છે.