અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસો વધતા રાજ્ય સરકારમાં ચિંતા વધી છે.મળી રહેલા ચોંકાવનારા અહેવાલોમાં અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની 11 થઇ ગઇ છે. આમ અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરતમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યારસુધી પોઝિટિવ નોંધાયા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલના શંકાસ્પદ કેસોમાં કુલ 4 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે ત્રણ કેસના રિપોર્ટ આવવાના બાકી છે.આમ SVP હોસ્પિટલના 2 અને અસારવા સિવિલના 4 કેસ મળી અમદાવાદમાં કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ સાથે જ કોરોના મુદ્દે ચાર શહેર માટે રાજ્ય સરકાર હવે ગંભીર બની છે અને મોટા શહેરોમાં કોરોનાનો કેર વધતો અટકાવવા માટે ઉચ્ચ અધિકારી અને મંત્રીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.