વલસાડ તાલુકા પંચાયત કચેરી ખાતે નવા ચૂંટાયેલા સરપંચો, ઉપસરપંચો અને તલાટી મંત્રીઓને ૧૪માં નાણાપંચ સહિત વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવા માટેના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઇ પટેલ, નાયબ જીલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ, ગ્રામવિકાસ અધિકારી એજન્સીના નિયામક વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિવાંગીબેન પટેલ ઉપસ્થિત રહી ૧૪માં નાણાપંચમાં જે યુ.ડી.પી પ્લાન સહિત સરકારની યોજનાઓમાંથી ફળવાતી ગ્રાન્ટમાંથી ગામના વિકાસના કામો કેવી રીતે કરવા કઇ જગ્યાએથી કયા કામોની મંજૂરી મેળવવી જેવી બાબતોનું માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.