કોરોના વાયરસ (Corona) આ સમયે સમગ્ર દુનિયા માટે મોતનું બીજી નામ બની ચૂક્યો છે. આ જાનલેવા વાયરસને કારણે અત્યાર સુધીમાં 13 હજાર લોકોની જાન લઈ લીધી છે. જેમાં ભારતના પણ 6 લોકો સામેલ છે. કોરોના (Corona) ના વધારે પડતા મામલાઓમાં જોવા મળ્યુ છે કે, સંક્રમિત થયા બાદ ટેસ્ટમાં મોડુ થવાના કારણે તેમને મદદ મળી શકી ન હતી. ત્યારે હવે અમેરિકાને આ વાયરસને ડામવાનો તોડ મળી ગયો છે.
45 મિનિટમાં જ જાણી શકાશે
અમેરિકાના ખાદ્ય અને ઔષધિ વિભાગે માત્ર 45 મિનિટમાં કોરોના વાયરસ ડાયગ્નોસ્ટિક પરીક્ષણને મંજૂરી આપી રહી છે. જેથી સંદિગ્ધ દરદીઓ વિશે માત્ર 45 મિનિટમાં જ જાણી શકાશે કે, તે સંક્રમિત છે કે નહી. ઉલ્લેખનીય છે કે, હાલ આ વાયરસના પરીક્ષણાં ઘણો સમય લાગી રહ્યો છે.
FDA તરફથી મંજૂરી મળી ગઈ
આ ટેકનીકને વિકસિત કરનાર કૈલિફોર્નિયાની આણ્વિક ડાયગ્નોસ્ટિક્સ કંપનીના સેફેડે કહ્યુ હતુ કે, શનિવારે આ વાયરસના પરીક્ષણ માટે FDA તરફથી મંજૂરી મળી ગઈ છે. હાલમાં તેના વપરાશ માટે હોસ્પીટલો અને તાત્કાલિત સેવાઓમાં કરવામાં આવશે. કંપનીએ આગામી અઠવાડીયામાં ટેકનીકને શિપિંદ થકી બીજા રાજ્યોમાં પહોંચાડવાની યોજના બનાવી રહી છે.
કંપનીએ આપ્યુ નિવેદન
FDA એ એક અલગ નિવેદન જાહેર કરી તેની મંજૂરી આપી દીધી છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, કંપની 30 માર્ચ સુધી પોતાની ટેસ્ટિંગની ઉપલબ્ધાને અમલમાં મૂકવા માગે છે. વર્તમાન પરીક્ષણ સરકારી આદેશ હેઠળ હશે અને નમૂનાઓને એક કેન્દ્રીકૃત પ્રયોગશાળામાં મોકલવાનુ સુનિશ્વિત કરવામાં આવ્યુ છે. જ્યાંથી તેની રિપોર્ટને સાર્વજનિક કરવામાં આવશે.
અમેરિકાના લોકોને તત્કાલ તપાસમાં સરળતા
સ્વાસ્થ્ય અને માનવ સેવાના સચિવ એલેક્સ અજારે શનિવારે કહ્યુ હતુ કે, આપણે સાવધાનીઓ અને સંભાળ જેવા નિદાનની સાથે જ તપાસ અને ઉપકરણોની સાથે નવા ફેસ તરફ વધી રહ્યા છે. જ્યાં અમેરિકાના લોકોને તત્કાલ તપાસમાં સરળતા હશે.
લોકોના જીવન પર ખતરો વધશે
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકા પણ કોરોના વાયરસના પરીક્ષણની ઘરેલુ માગને પૂર્ણ નથી કરી શક્યુ. ઘણા વિશેષજ્ઞોની ભવિષ્યવાણી છે કે, મોડુ અને પરીક્ષણની અરાજકતા આવવાથી લોકોના જીવન પર ખતરો વધશે અને સંભવતઃ તેનાથી ડૉક્ટર્સ અને નર્સો પણ પ્રભાવિત થશે.
ભારતીય રેલવે 31 માર્ચ સુધી બંધ
ભારતીય રેલવેએ પણ 31 માર્ચ સુધી બધી જ યાત્રી ટ્રેનને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે જ કોલકાતા અને દિલ્હી સહિત ઘણા શહેરોમાં પણ સોમવાર સુધી મેટ્રો ચાલશે નહી. કોરોના વાયરસના કારણે ભારતીય રેલવેએ આ નિર્ણય કર્યો છે. સાથે જ મુંબઈ ઉપનગરીય ટ્રેન આજ રાત્રીથી 31 માર્ચ સુધી બંધ રહેશે.